ધનાવાડા પરામાં વરસાદી પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત, આપની રજૂઆત
પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ધનાવાડા પરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇનની સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ આખો વિસ્તાર જળબંબાકાર બની જાય છે. રહીશો ઘરની બહાર
ધનાવાડા પરામાં વરસાદી પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત, આપની રજૂઆત


પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ધનાવાડા પરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇનની સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ આખો વિસ્તાર જળબંબાકાર બની જાય છે. રહીશો ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે બાળકોને શાળાએ જવામાં અને વૃદ્ધોને ચલાવમાં ભારે તકલીફો પડે છે. વરસાદી પાણી ભરાવાથી સરકારી શાળા અને આંગણવાડી પણ બંધ રહે છે.

આ સમસ્યા વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજ રોજ ધનાવાડા પરા વિસ્તારની મુલાકાત લીધી હતી. સ્થાનિક રહીશોની હાલતનો તાજો અહેવાલ મેળવ્યા બાદ કાર્યકરોએ તાત્કાલિક કાર્યવાહી માટે પગલાં લીધાં.

તેઓએ સ્થળ પરથી જ પાટણ નગરપાલિકાના પ્રમુખને ફોન કરી વરસાદી પાણીના નિકાલ માટે પંપ મુકવાની રજૂઆત કરી હતી. આ સમયે સ્થાનિક આગેવાન સ્વયંભાઈ સાલવી, નીકેશભાઈ ઠાકોર સહિત અનેક રહીશો હાજર રહ્યા હતા અને તંત્રને તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande