ગીરના જંગલની wildlife diversityના જીવંત દ્રશ્યો સામે આવે છે...
અમરેલી 5 જુલાઈ (હિ.સ.) ખાંભા ગીર વિસ્તારમાં આવેલા નીંગાળા ગામે રોમાંચક દૃશ્ય સામે આવ્યું છે, જ્યાં સિંહ અને સિંહણ વરસાદની મજા માણતા જોવા મળ્યા છે. ઘોહ ડુંગર વિસ્તારમાં આવેલી આંબા વાડીમાં રીમઝીમ વરસતા વરસાદમાં સિંહ બેલડી થતા નજરે પડ્યા હતા. ગામના સ્થા
સિંહણ વાયરલ


અમરેલી 5 જુલાઈ (હિ.સ.) ખાંભા ગીર વિસ્તારમાં આવેલા નીંગાળા ગામે રોમાંચક દૃશ્ય સામે આવ્યું છે, જ્યાં સિંહ અને સિંહણ વરસાદની મજા માણતા જોવા મળ્યા છે. ઘોહ ડુંગર વિસ્તારમાં આવેલી આંબા વાડીમાં રીમઝીમ વરસતા વરસાદમાં સિંહ બેલડી થતા નજરે પડ્યા હતા. ગામના સ્થાનિક રહેવાસીઓએ આ દ્રશ્યોને મોબાઇલમાં કેદ કર્યા હતા અને તેની સોશિયલ મીડિયા પર શેયર થતાં વાયરલ થઈ ગઈ છે. વિડીયોમાં સિંહ અને સિંહણ નર્મદ રીતે વરસાદમાં ભીંજાતા, રમતા અને આનંદ માણતા નજરે પડે છે. ગીરના જંગલ વિસ્તારના સિંહો હવે આવાસ વિસ્તારની નજીક પણ સરળતાથી દેખાઈ રહ્યાં છે, જે સ્થાનિકો માટે આશ્ચર્યજનક અને રોમાંચક અનુભવ છે. આવી તસ્વીરો દ્વારા કુદરતના નઝારા અને ગીરના જંગલની wildlife diversityના જીવંત દ્રશ્યો સામે આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande