શેફાલીની યાદમાં, પરાગ ત્યાગીનું દુઃખ છલકાયું
નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) ''કાંટા લગા'' ગીતથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શેફાલી જરીવાલાના, અચાનક અવસાનથી બધાને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે. 42 વર્ષની ઉંમરે 27 જૂને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. હવે તેમના પતિ અને અભિનેતા પરાગ ત્
પરાગ


નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) 'કાંટા લગા' ગીતથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શેફાલી જરીવાલાના, અચાનક અવસાનથી બધાને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે. 42 વર્ષની ઉંમરે 27 જૂને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. હવે તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીએ, તેમની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પરાગે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલી સાથે વિતાવેલા કેટલાક અણમોલ અને સુંદર ક્ષણોનો વીડિયો શેર કર્યો છે, જે તેમના અંગત જીવનની ઝલક દર્શાવે છે.

પરાગે ઇન્સ્ટાગ્રામ પર શેફાલી સાથે વિતાવેલા ક્ષણોનો વીડિયો ક્લિપ શેર કર્યો છે અને લખ્યું છે, હું તમને દરેક જન્મમાં શોધીશ અને તમને ખૂબ પ્રેમ કરીશ. હું તમને હંમેશા પ્રેમ કરીશ. મેરી ગુંડી, મેરી છોકરી. આ પોસ્ટ સાથે, પરાગે શેફાલીને ટેગ કરતી વખતે, લાલ હૃદયનો ઇમોજી પણ ઉમેર્યો, જે તેમના ઊંડા પ્રેમ અને તૂટેલા હૃદયની ઝલક દર્શાવે છે.

27 જૂનની રાત્રે, શેફાલીએ અચાનક છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી. તેમના પતિ પરાગ તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande