નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે પોતાની આગામી ફિલ્મની
જાહેરાત કરીને દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. આ થ્રિલર ફિલ્મનું નામ 'એક ચતુર નાર' છે, જેમાં તે
પહેલીવાર અભિનેતા નીલ નીતિન મુકેશ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન
ઉમેશ શુક્લા કરી રહ્યા છે,
જે '102 નોટ આઉટ' અને 'ઓહ માય ગોડ' જેવી લોકપ્રિય
અને પ્રશંસા પામેલી ફિલ્મો માટે જાણીતા છે.
નિર્માતાઓએ ફિલ્મના બે મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યા છે, જેનાથી દર્શકોની
ઉત્સુકતામાં વધુ વધારો થયો છે. આ પોસ્ટરોમાં દિવ્યા અને નીલ બંનેની રહસ્યમય ઝલક
જોવા મળે છે. એક તરફ દિવ્યાના ચહેરા પર આત્મવિશ્વાસ અને ચતુરાઈનો ચમક છે, તો બીજી તરફ
નીલનો અંદાજ ગંભીર અને સસ્પેન્સથી ભરેલો દેખાય છે. પૃષ્ઠભૂમિ સંગીત અને દ્રશ્યો
પરથી સ્પષ્ટ થાય છે કે વાર્તામાં રહસ્ય, ચાલાકી અને મનની રમતો ઘણી હશે.
ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. 'એક ચતુર નાર' 12 સપ્ટેમ્બર, 2૦25ના રોજ
સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોશન પોસ્ટર શેર કરતા નિર્માતાઓએ લખ્યું, ચતુરાઈની પહેલી
ઝલક... જુઓ આગળ શું થાય છે?
'એક ચતુર નાર', 12 સપ્ટેમ્બરથી
સિનેમાઘરોમાં સ્માર્ટનેસ શરૂ થાય છે.
આ ફિલ્મનું નિર્માણ ઉમેશ શુક્લા, આશિષ વાઘ અને
ઝીશાન અહેમદ કરી રહ્યા છે. ફિલ્મ 'એક ચતુર નાર' માત્ર રોમાંચક અનુભવ આપવાનું વચન આપતી નથી, પરંતુ તે
દર્શકોને સસ્પેન્સ અને માઇન્ડ ગેમ્સની દુનિયામાં ખેંચવા માટે તૈયાર લાગે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ