ઋતિક રોશનની ફિલ્મ 'વોર-2' 14 ઓગસ્ટે, સિનેમાઘરોમાં રિલીઝ થશે
નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર ''વોર-2'' રિલીઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને હ
વોર


નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટારર 'વોર-2' રિલીઝ થવાને હવે

થોડા જ દિવસો બાકી છે. 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ માટે

દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને હવે રિલીઝના

માત્ર ત્રણ દિવસ પહેલા જ ફિલ્મની પ્રમોશનલ સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે.

'વોર-2'ની રિલીઝને ભવ્ય

બનાવવા માટે, નિર્માતાઓએ ઘણા

મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે દેશભરના સિનેમાઘરોને આવશ્યકતાઓની યાદી મોકલી

છે. સિંગલ-સ્ક્રીન થિયેટરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ બીજી કોઈ ફિલ્મ

પ્રદર્શિત કરશે નહીં અને 'વોર 2' સંપૂર્ણપણે

પ્રદર્શિત કરશે. આ જ નિયમ બે અને ત્રણ સ્ક્રીનવાળા થિયેટરોને પણ લાગુ પડશે. યશ રાજ

ફિલ્મ્સ (વાયઆરએફ) એ પણ નિર્ણય લીધો

છે કે, 'વોર 2'ના ઓછામાં ઓછા 12

શો ફરજિયાતપણે બે-સ્ક્રીન થિયેટરોમાં ચલાવવામાં આવશે.

અહેવાલો અનુસાર, “ત્રણ સ્ક્રીનવાળા સિનેમા હોલમાં 'વોર-2' ના ઓછામાં ઓછા 18

શો દરરોજ બતાવવા જરૂરી રહેશે. 4, 5 અને 6 સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં દરરોજ 21, 27 અને 30 શો

ચલાવવા જરૂરી રહેશે. 7-સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં, આ સંખ્યા 36 હશે, જ્યારે 8-સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં 42, 9-સ્ક્રીનવાળા

મલ્ટિપ્લેક્સમાં 48 અને 10 કે તેથી વધુ સ્ક્રીનવાળા મલ્ટિપ્લેક્સમાં દરરોજ ઓછામાં

ઓછા 54 શો બતાવવાના રહેશે.”

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં

કિયારા અડવાણી પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande