ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં અથડામણમાં, પોલીસે એક નક્સલીને ઠાર માર્યો, એસએલઆર રાઇફલ મળી
પશ્ચિમ સિંહભૂમ, નવી દિલ્હી,13 ઓગસ્ટ (હિ.સ.) ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ (ચાઈબાસા) જિલ્લાના ગોઇલકેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌતા ખાતે પોલીસ અને નક્સલીઓ વચ્ચે આથમણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “પોલીસે એક નક્સલીને ઠાર મા
નક્સલી


પશ્ચિમ સિંહભૂમ, નવી દિલ્હી,13 ઓગસ્ટ (હિ.સ.)

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ (ચાઈબાસા) જિલ્લાના ગોઇલકેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

સૌતા ખાતે પોલીસ અને નક્સલીઓ વચ્ચે આથમણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “પોલીસે એક

નક્સલીને ઠાર માર્યો છે. એક એસએલઆર રાઇફલ પણ મળી આવી છે.”

આ સંદર્ભમાં, આઈજી (ઓપરેશન) ડૉ. માઈકલ રાજે જણાવ્યું હતું કે,” ચાઈબાસાના

ગોઇલકેરામાં, અથડામણ ચાલી રહી છે. આમાં નક્સલીઓને પણ જાનહાનિ થઈ છે. શોધખોળ

કામગીરી હજુ પણ ચાલુ છે.”

એવું કહેવામાં આવ્યું છે કે,” જિલ્લાના નક્સલી પ્રભાવિત

વિસ્તારોમાં સતત શોધખોળ કામગીરી ચાલી રહી છે. આજે સવારે જંગલથી ઘેરાયેલા પહાડી

વિસ્તાર સૌતા નજીક પોલીસને જોઈને નક્સલીઓએ, ગોળીબાર શરૂ કરી દીધો. સીઆરપીએફ અને ઝારખંડ

પોલીસના જવાનોએ, સમો ગોળીબાર કર્યો. અત્યાર સુધીમાં એક નક્સલી માર્યો ગયો હોવાના

સમાચાર છે. પોલીસે તેનો મૃતદેહ કબજે કર્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande