નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.). ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, બંને દેશોની ત્રીજી મંત્રીસ્તરીય ગોળમેજ બેઠક (આઈએસએમઆર) આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં, બંને દેશોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના તેમના સંકલ્પને પુનઃપુષ્ટિ કરી. આ દરમિયાન, સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
ભારત તરફથી, વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં ભાગ લીધો હતો. બીજી તરફ, નાયબ પ્રધાનમંત્રી ગમ કિન યોંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ બાબતોના સંકલન મંત્રી કે. શન્મુગમ, વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન, ડિજિટલ વિકાસ અને માહિતી મંત્રી જોસેફાઇન ટીઓ, શ્રમ મંત્રી ડૉ. તન સી લેંગ અને કાર્યકારી પરિવહન મંત્રી જેફરી સીઓ એ ભાગ લીધો હતો.
આ બેઠક અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, મંત્રીઓએ આઈએસએમઆર ના છ સ્તંભો - ડિજિટલાઇઝેશન, કૌશલ્ય વિકાસ, ટકાઉપણું, આરોગ્યસંભાળ, કનેક્ટિવિટી અને અદ્યતન ઉત્પાદન હેઠળ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, વિદેશ મંત્રી એસ. જયશંકરે એક્સ પર જણાવ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગ વચ્ચેનો તાલમેલ બંને દેશો વચ્ચેના સંબંધોના આગામી તબક્કાને ખોલવાની ચાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ