જૌનપુર, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં ખેતાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુરૈની બજારના વળાંક પર મંગળવારે મોડી રાત્રે રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. તેમાંથી સાત ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એકને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. દિનેશ સિંહ અને પોલીસ અધિક્ષક ડૉ. કૌસ્તુભ જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને યોગ્ય સારવાર માટે ડૉક્ટરોને નિર્દેશ આપ્યા.
જિલ્લા મેજિસ્ટ્રેટે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે, રોડવેઝ બસ વારાણસીથી શાહગંજ જઈ રહી હતી. બસ ખોટી દિશામાં જઈ રહી હતી અને અચાનક ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં બે પુરુષો, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
પોલીસે મૃતકોમાંથી એકની ઓળખ પાટીલા ખુટહાનના રહેવાસી હરિહર પ્રસાદના પુત્ર દેવી પ્રસાદ (32) તરીકે કરી છે. બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/વિશ્વ પ્રકાશ શ્રીવાસ્તવ/દીપક/મહેશ પટારિયા/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ