પીએસજી એ, પેનલ્ટી શૂટઆઉટમાં ટોટનહામને હરાવીને પ્રથમ યુઇએફએ સુપર કપ જીત્યો
ઉડિન (ઇટાલી), નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). ચેમ્પિયન્સ લીગ વિજેતા પેરિસ સેન્ટ-જર્મન (પીએસજી) એ, બુધવારે યુરોપા લીગ ચેમ્પિયન ટોટનહમ હોટસ્પરને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને તેનું પ્રથમ યુઇએફએ સુપર કપ ટાઇટલ જીત્યું. નિયમિત સમયમાં મેચ 2-2 થી ડ્રો રહી.
યુઇએફએ સુપર કપ વિનર


ઉડિન (ઇટાલી), નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). ચેમ્પિયન્સ લીગ વિજેતા પેરિસ સેન્ટ-જર્મન (પીએસજી) એ, બુધવારે યુરોપા લીગ ચેમ્પિયન ટોટનહમ હોટસ્પરને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને તેનું પ્રથમ યુઇએફએ સુપર કપ ટાઇટલ જીત્યું. નિયમિત સમયમાં મેચ 2-2 થી ડ્રો રહી.

સ્ટેડિયો ફ્રુલી ખાતે રમાયેલી આ મેચમાં, ટોટનહામે નવા કોચ થોમસ ફ્રેન્ક હેઠળ તેની પ્રથમ સત્તાવાર મેચમાં શાનદાર શરૂઆત કરી અને હાફ ટાઇમ સુધીમાં 2-0 ની લીડ મેળવી. મિકી વાન ડી વેને, 39મી મિનિટમાં ગોલ કરીને ટોટનહામને લીડ અપાવી, જ્યારે ક્રિશ્ચિયન રોમેરોએ બીજા હાફની ત્રીજી મિનિટમાં બીજો ગોલ કર્યો.

પીએસજીના પુનરાગમનમાં બે અવેજી ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. લી કાંગ-ઇને, 85મી મિનિટમાં ગોલ કરીને અંતર ઘટાડ્યું, જ્યારે ગોન્કાલો રામોસે ઇન્જરી ટાઇમના ચોથા મિનિટમાં હેડર વડે બરાબરી કરી.

પેનલ્ટી શૂટઆઉટમાં, પીએસજી ના વિટિન્હાએ શરૂઆતમાં પહેલો શોટ આઉટ ફટકારીને ટીમ પર દબાણ બનાવ્યું, પરંતુ નવા ગોલકીપર લુકાસ ચેવેલિયરે વાન ડી વેનના શોટને રોકીને ટીમને પાછા ફરવાની તક આપી. મેથિસ ટેલનો શોટ પણ લક્ષ્ય ચૂકી ગયો, જેના પછી નુનો મેન્ડેસે વિજયી પેનલ્ટી ફટકારી.

ટોટનહમ માટે ડોમિનિક સોલાંકે, રોડ્રિગો બેન્ટનકુર અને પેડ્રો પોરોએ ગોલ કર્યા, જ્યારે પીએસજી માટે રામોસ, ઓસમાન ડેમ્બેલે અને લી એ ગોલ કર્યા અને અંતે મેન્ડેસે નિર્ણાયક શોટ માર્યો.

આ પહેલીવાર છે, જ્યારે પીએસજી કે કોઈ ફ્રેન્ચ ક્લબે યુઈએફએ સુપર કપ જીત્યો છે. આ 2025 માં પીએસજીનું પાંચમું ટાઇટલ છે. ટીમના કોચ લુઈસ એનરિક માટે નવી સીઝનની આ શાનદાર શરૂઆત છે, જોકે પીએસજી તાજેતરમાં ફીફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલમાં ચેલ્સી સામે હારી ગયું હતું.

હવે પીએસજી રવિવારે નાન્ટેસ સામે તેનું લીગ 1 અભિયાન શરૂ કરશે, જ્યારે ટોટનહામ શનિવારે પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં બર્નલીનો સામનો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande