તીરંદાજી પ્રીમિયર લીગ: પ્રથમ સીઝન માટે ભારતીય ખેલાડીઓની યાદી જાહેર
- દીપિકા કુમારી, જ્યોતિ સુરેખા વેન્નમ, ધીરજ બોમ્માદેવર અને અભિષેક વર્મા સહિત ઘણા ટોચના ભારતીય તીરંદાજોનો સમાવેશ નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) તીરંદાજી એસોસિએશન ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ સોમવારે તીરંદાજી પ્રીમિયર લીગના પ્રથમ આવૃત
તીરંદાજ


- દીપિકા કુમારી, જ્યોતિ સુરેખા

વેન્નમ, ધીરજ બોમ્માદેવર

અને અભિષેક વર્મા સહિત ઘણા ટોચના ભારતીય તીરંદાજોનો સમાવેશ

નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) તીરંદાજી એસોસિએશન ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ સોમવારે

તીરંદાજી પ્રીમિયર લીગના પ્રથમ આવૃત્તિ માટે ભારતીય ખેલાડીઓની યાદી જાહેર કરી. આ

પહેલી ટુર્નામેન્ટ હશે જેમાં વિશ્વભરના રિકર્વ અને કમ્પાઉન્ડ તીરંદાજો ફ્રેન્ચાઇઝ

શૈલીમાં એકબીજા સામે સ્પર્ધા કરશે.

તેમાં સમાવિષ્ટ ખેલાડીઓની પસંદગી વિશ્વ રેન્કિંગ (ટોપ-10, ટોપ-20) અને તાજેતરના એએઆઈપસંદગી

ટ્રાયલ્સના આધારે કરવામાં આવી છે.

ભારતીય સ્ટાર તીરંદાજોની હાજરી-

ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા દીપિકા કુમારી

(વિશ્વ નંબર 3) અને ધીરજ બોમ્માદેવર

(વિશ્વ નંબર 14), રિકર્વ શ્રેણીમાં

રમશે. કમ્પાઉન્ડ કેટેગરીમાં, વિશ્વ રેકોર્ડ ધારક જોડી - ઋષભ યાદવ (વિશ્વ નંબર 9) અને જ્યોતિ

સુરેખા વેન્નમ (વિશ્વ નંબર 3) પણ ભાગ લેશે. આ ઉપરાંત, વિશ્વ નંબર 10 અભિષેક વર્મા, વિશ્વ નંબર 11 પ્રિતમેશ ફુગે, વિશ્વ નંબર 16 પ્રિયાંશ અને વિશ્વ નંબર 17 પ્રણીત કૌર પણ ભાગ લેશે.

તાજેતરના પસંદગી ટ્રાયલ્સના આધારે, ઓલિમ્પિયન

તરુણદીપ રાય (ક્રમ 4) અને અતાનુ દાસ

(ક્રમ 5) પણ રિકર્વ

સ્પર્ધામાં રમશે. મહિલા રિકર્વ કેટેગરીમાં, અંકિતા ભક્ત (ક્રમ 2) અને ભજન કૌર (ક્રમ 6) સાથે ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કમ્પાઉન્ડ કેટેગરીમાં મજબૂત લાઇનઅપ

પુરુષોના કમ્પાઉન્ડ ખેલાડીઓમાં અમન સૈની (ક્રમ 1), ઓજસ પ્રવીણ

દેવતાલે (ક્રમ 5), સાહિલ રાજેશ જાધવ

(ક્રમ 6), ચિટ્ટીબોમ્મા

જિગ્નાસ (ક્રમ 8) અને પુલકિત કજલા

(ક્રમ 9)નો સમાવેશ થશે.

મહિલા કમ્પાઉન્ડ ખેલાડીઓમાં પ્રીથીકા પ્રદીપ (ક્રમ 3), તનિપર્થી ચિકિથા

(ક્રમ 4), અવનીત કૌર (ક્રમ 5), સૂર્યા હમસિની

(ક્રમ 6), સ્વાતિ દૂધવાલ

(ક્રમ 7), મધુરા ધામનગાંવકર

(ક્રમ 8) અને પ્રાંજલ

રાજેન્દ્ર સાલ્વે (ક્રમ 9)નો સમાવેશ થાય

છે.

એએઆઈપ્રમુખ અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, અમને આનંદ છે કે,

ભારતના શ્રેષ્ઠ તીરંદાજો પ્રથમ સિઝનમાં ભાગ લઈ રહ્યા છે. તેમની હાજરી આ લીગને

રોમાંચક બનાવશે અને રમતને એક નવી ઓળખ આપશે.

એએઆઈ સેક્રેટરી જનરલ

વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, ભારતીય તીરંદાજોની સફળતા આ લીગનો પાયો છે. અમને

વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટ રમત પ્રેમીઓ માટે યાદગાર સાબિત થશે.

ટુર્નામેન્ટનું આયોજન-

આ વર્ષે ઓક્ટોબરમાં નવી દિલ્હીના યમુના સ્પોર્ટ્સ

કોમ્પ્લેક્સ ખાતે 11 દિવસ માટે,

લીગનું આયોજન કરવામાં આવશે. તેમાં છ ફ્રેન્ચાઇઝીઓમાંથી ટોચના આંતરરાષ્ટ્રીય

ખેલાડીઓ પણ ભાગ લેશે.

આ પહેલી વાર બનશે જ્યારે રિકર્વ (70 મીટર) અને

કમ્પાઉન્ડ (50 મીટર) તીરંદાજો,

લાઇટ હેઠળ એકસાથે સ્પર્ધા કરશે. આ ઇવેન્ટને વર્લ્ડ તીરંદાજી, વર્લ્ડ તીરંદાજી

એશિયા અને ભારત સરકારના રમતગમત મંત્રાલય તરફથી પણ સમર્થન મળ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande