મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ 2025: ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ દિવ્યા દેશમુખ બહાર
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). ઐતિહાસિક ફિડે વર્લ્ડ કપ જીત બાદ તેની પહેલી ટુર્નામેન્ટમાં, ભારતની યુવા ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ 2025 ના ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ગુરુવારે રમાયેલી મેચમાં, 19 વર્ષીય દિવ્ય
ભારતની યુવા ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખ


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). ઐતિહાસિક ફિડે વર્લ્ડ કપ જીત બાદ તેની પહેલી ટુર્નામેન્ટમાં, ભારતની યુવા ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ 2025 ના ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.

ગુરુવારે રમાયેલી મેચમાં, 19 વર્ષીય દિવ્યાનો વિશ્વ નંબર-1 અને ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન ચીનની હાઉ યિફાન સામે 10.5-9.5 થી પરાજય થયો.

દિવ્યાએ પહેલા રાઉન્ડમાં ચીનની લેઈ ટીંગજીને 10-3 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

તે જ સમયે, ટુર્નામેન્ટમાં ભાગ લેતી અન્ય એક ભારતીય, આર. વૈશાલી, અમેરિકન આઇએમ એલિસ લી સામે 6-8 થી હાર્યા બાદ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ.

મેચના પહેલા સેગમેન્ટમાં (5 મિનિટ + 1 સેકન્ડ પ્રતિ ચાલ), દિવ્યાએ 3-2 ની લીડ મેળવી હતી, પરંતુ બીજા સેગમેન્ટમાં (3 મિનિટ + 1 સેકન્ડ પ્રતિ ચાલ) હાઉ એ 4-1 થી જીત મેળવી અને લીડ મેળવી. છેલ્લા સેગમેન્ટમાં (1 મિનિટ + 1 સેકન્ડ પ્રતિ ચાલ) દિવ્યાએ શાનદાર વાપસી કરી અને 3.5-1.5 થી જીત મેળવી અને સ્કોર 7.5-7.5 પર બરાબર કરી દીધો.

ત્યારબાદ મેચ ટાઈબ્રેકરમાં ગઈ, જેમાં ચાર ગેમ (1+1 ફોર્મેટ) રમાઈ, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. આખરે,હાઉ એ આર્માગેડન ગેમમાં દિવ્યાને હરાવી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande