નેપાળ-ચીન સંયુક્ત લશ્કરી કવાયત 'સાગરમાથા ફ્રેન્ડશીપ', 6 થી 16 સપ્ટેમ્બર દરમિયાન કાઠમંડુમાં
કાઠમંડુ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). નેપાળી સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતની પાંચમી આવૃત્તિ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી નેપાળમાં યોજાવાની છે. ''સાગરમાથા ફ્રેન્ડશીપ'' નામની આ કવાયત આતંકવાદ વિરોધી કામગીરી,
નેપાળ-ચીન સંયુક્ત લશ્કરી કવાયત


કાઠમંડુ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). નેપાળી સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતની પાંચમી આવૃત્તિ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી નેપાળમાં યોજાવાની છે. 'સાગરમાથા ફ્રેન્ડશીપ' નામની આ કવાયત આતંકવાદ વિરોધી કામગીરી, યુદ્ધ વ્યૂહરચના અને આપત્તિ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રાજારામ બસનેતે જણાવ્યું હતું કે, નેપાળ અને ચીન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 6 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સંયુક્ત કવાયતની ચોથી આવૃત્તિ ગયા વર્ષે ચીનના સિચુઆન પ્રાંત નજીક ચોંગકિંગમાં થઈ હતી. આ વખતે બંને સેનાના અધિકારીઓ કવાયતની પદ્ધતિ, સહભાગીઓની સંખ્યા અને નિરીક્ષકોને અંતિમ સ્વરૂપ આપવા માટે સઘન ચર્ચા કરી રહ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મનોજ કુમાર આચાર્યએ, સંયુક્ત કવાયતને નિયમિત લશ્કરી સહયોગ કાર્યક્રમના ભાગ રૂપે વર્ણવી હતી. આચાર્યએ કહ્યું કે, નેપાળ નિયમિતપણે ભારત, અમેરિકા અને ચીન સાથે આવી કવાયત કરે છે. તેમણે કહ્યું કે આ લશ્કરી કવાયત મુખ્યત્વે ક્ષમતા વધારવા અને અનુભવોના આદાનપ્રદાન માટે યોજાવા જઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયના સચિવે સ્પષ્ટતા કરી છે કે, આ સંયુક્ત લશ્કરી કવાયતમાં કોઈ ચોક્કસ દેશને નિશાન બનાવવામાં આવી રહ્યો નથી.

મેજર જનરલ પ્રેમ ધોજ અધિકારીના નેતૃત્વમાં, નેપાળી સૈન્યની એક ઉચ્ચ સ્તરીય ટીમ, જેમાં બ્રિગેડિયર જનરલ દીપેન્દ્ર ગુરુંગ, કર્નલ મણિ રામ થાપા, મેજર પવન કટવાલ અને કેપ્ટન મહેશ ધકલનો સમાવેશ થાય છે, તાજેતરમાં ચીની સંરક્ષણ અધિકારીઓ સાથે ફાઇનલ પ્લાનિંગ કોન્ફરન્સ (એફપીસી) માં હાજરી આપ્યા પછી ચેંગડુથી પરત ફર્યા છે. કાઠમંડુમાં ચીની દૂતાવાસ સાથે સંકલનમાં તૈયારીઓ પણ ચાલી રહી છે.

નેપાળ-ચીન સંયુક્ત લશ્કરી કવાયતની પ્રથમ આવૃત્તિ એપ્રિલ, 2017 માં કાઠમંડુમાં યોજાઈ હતી. આ પછી, બીજી 2018 માં ચેંગડુમાં અને ત્રીજી 2019 માં નેપાળમાં યોજાઈ હતી. આ પછી, કોવિડ-19 રોગચાળાને કારણે લશ્કરી કવાયતો ઘણા વર્ષો સુધી સ્થગિત કરવામાં આવી હતી.

દરમિયાન, અમેરિકા, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક યુરોપિયન દેશો સહિત પશ્ચિમી દેશોએ ચીન સાથે નેપાળના વધતા લશ્કરી જોડાણ સામે વાંધો વ્યક્ત કર્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બેઇજિંગ નેપાળમાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટે દબાણ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande