ક્વેટ્ટા (બલૂચિસ્તાન) પાકિસ્તાન, નવી દિલ્હી,18 ઓગસ્ટ (હિ.સ.)
બલૂચ રાજી આજોઈ સંગર (બીઆરએએસ) એ દાવો કર્યો છે કે, તેના લડવૈયાઓએ 10 થી 15 ઓગસ્ટ દરમિયાન
બલૂચિસ્તાનમાં 71 હુમલા કર્યા
હતા. આ હુમલાઓમાં, 24 પાકિસ્તાની
સૈનિકો અને પાંચ સંઘીય સરકાર સમર્થિત એજન્ટો માર્યા ગયા હતા અને ઘણા
લોકો ઘાયલ થયા હતા.
બીઆરએએસ પ્રવક્તા બલૂચ ખાને એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે,”
જૂથે અનેક જિલ્લાઓમાં સંકલિત કાર્યવાહીમાં લશ્કરી છાવણીઓ, કાફલાઓ, પોલીસ સ્ટેશનો
અને કહેવાતા ડેથ સ્ક્વોડના સભ્યોને નિશાન બનાવ્યા હતા.”
બલૂચિસ્તાન પોસ્ટે જૂથના પ્રવક્તાને ટાંકીને કહ્યું હતું કે,”
સૌથી મોટો હુમલો બાસીમામાં કરવામાં આવ્યો હતો. લડવૈયાઓએ એક લશ્કરી છાવણી પર હુમલો
કર્યો અને એક કેપ્ટન સહિત ઓછામાં ઓછા 13 સૈનિકોને મારી નાખ્યા. આ ઉપરાંત, લડવૈયાઓએ થોડા
સમય માટે એક લેવી સ્ટેશન પર પણ કબજો કર્યો અને અનેક સરકારી કચેરીઓમાં આગ લગાવી અને
વાહનોનો નાશ કર્યો.”
ગ્વાદરના ન્યુ ટાઉન વિસ્તારમાં લશ્કરી કાફલાને, નિશાન
બનાવતા આઈઇડી વિસ્ફોટની
જવાબદારી પણ બીઆરએએસ એ સ્વીકારી છે, જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા. જૂથે કહ્યું કે,” તેણે
ક્વેટા, કેચ, પંજગુર, અવારન, સિબી, ડેરા બુગતી અને
નસીરાબાદ સહિત અન્ય જિલ્લાઓમાં હુમલા કર્યા હતા. લડવૈયાઓએ રોકેટ અને ગ્રેનેડ
લોન્ચરથી સૈન્ય ચોકીઓ પર બોમ્બમારો કર્યો હતો.”
બીઆરએએસ એ, પુષ્ટિ આપી છે કે,”
ઝાઓમાં લશ્કરી સમર્થક સશસ્ત્ર જૂથ સાથેની અથડામણમાં તેનો લડવૈયા હાસિલ મુરાદ ઉર્ફે
સરબન બલોચ માર્યો ગયો હતો.”
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ