'વોર 2' એ, બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) જોરદાર એક્શન અને શાનદાર અભિનયથી શણગારેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ''વોર 2'', આખરે મોટા પડદા પર આવી ગઈ છે. લાંબી ચર્ચાઓ અને જબરદસ્ત પ્રમોશન પછી રિલીઝ થયેલી આ ફિલ્મને, દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા હશે, પરંત
ઋતિક રોશન અને જુનિયર એનટીઆર- ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) જોરદાર એક્શન અને શાનદાર અભિનયથી શણગારેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વોર 2', આખરે મોટા પડદા પર આવી ગઈ છે. લાંબી ચર્ચાઓ અને જબરદસ્ત પ્રમોશન પછી રિલીઝ થયેલી આ ફિલ્મને, દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા હશે, પરંતુ શરૂઆતના દિવસે તેના બોક્સ ઓફિસ પ્રદર્શનથી સ્પષ્ટ થઈ ગયું કે, દર્શકોમાં તેની માંગ અકબંધ છે. ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે થિયેટરોમાં જીવંતતા પાછી લાવી દીધી છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્કના ડેટા અનુસાર, 'વોર 2' એ પહેલા દિવસે લગભગ 52.5 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝનમાંથી લગભગ 29 કરોડ રૂપિયા, તેલુગુમાંથી 23.25 કરોડ રૂપિયા અને તમિલમાંથી લગભગ 25 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. ફિલ્મે પહેલા જ દિવસે દર્શકોમાં મજબૂત પકડ બનાવી છે. હવે દરેકની નજર સપ્તાહના કલેક્શન પર છે, જે ફિલ્મની લાંબી રેસ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે એક્શન, સાહસ અને નાટકનું શાનદાર મિશ્રણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. નિર્માતા આદિત્ય ચોપરાના નેતૃત્વમાં, આ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સનો છઠ્ઠો ભાગ છે, જે આ ફ્રેન્ચાઇઝીના અવકાશ અને રોમાંચને એક નવા સ્તરે લઈ જાય છે.

વાર્તામાં, દર્શકોને ઋતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે મજબૂત અને રોમાંચક મુકાબલો જોવા મળે છે, જે ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે. તે જ સમયે, ઋતિક રોશન અને કિયારા અડવાણીની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, જે ફિલ્મમાં ભાવનાત્મક સંતુલન જાળવી રાખે છે.

નોંધનીય છે કે, 'વોર 2' 2019 ની બ્લોકબસ્ટર 'વોર' ની સિક્વલ છે, જેણે વિશ્વભરમાં 471 કરોડ રૂપિયાનો શાનદાર વ્યવસાય કર્યો હતો. આવી સ્થિતિમાં, નવા સ્ટાર્સ અને વ્યાપક રીતે ફિલ્માવવામાં આવેલા એક્શન સિક્વન્સ સાથે, 'વોર 2' થી અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande