નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કૂલી' 14 ઓગસ્ટના રોજ
ઋત્વિક રોશનની 'વોર 2' સાથે
સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે, પરંતુ કમાણીની
દ્રષ્ટિએ, 'કૂલી' હજુ પણ, 'વોર 2' કરતા આગળ છે.
ફિલ્મનો બિઝનેસ ઝડપથી 200 કરોડ રૂપિયાના
આંકડા તરફ આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, હવે તેના ચોથા દિવસની કમાણીના આંકડા બહાર આવ્યા છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'કૂલી'એ રિલીઝના ચોથા
દિવસે એટલે કે રવિવારે, લગભગ 35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, ફિલ્મનું કુલ
બોક્સ ઓફિસ કલેક્શન 194.25 કરોડ રૂપિયા પર
પહોંચી ગયું છે. ફિલ્મે શરૂઆતના દિવસે 65 કરોડ રૂપિયાનો બ્લોકબસ્ટર બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે
તેનું કલેક્શન ઘટીને 54.75 કરોડ રૂપિયા
થયું, જ્યારે ત્રીજા
દિવસે ફિલ્મ 39.5 કરોડ રૂપિયાની
કમાણી કરવામાં સફળ રહી.”
'કુલી'નું દિગ્દર્શન
લોકેશ કનાગરાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તેમનો રજનીકાંત સાથેનો પહેલો સહયોગ
છે. રજનીકાંત, ફિલ્મમાં દેવાની ભૂમિકામાં જોવા મળે છે. થલાઈવાની જબરદસ્ત એક્શન અને
તેમના ખાસ સ્વેગને જોઈને દર્શકો ફરી એકવાર તેમના દિવાના થઈ ગયા છે. આ ફિલ્મમાં
નાગાર્જુન અક્કીનેની, શ્રુતિ હાસન, સૌબિન શાહિર, ઉપેન્દ્ર, સત્યરાજ અને
રચિતા રામ જેવા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. તે જ સમયે, આમિર ખાન અને
પૂજા હેગડે તેમના ખાસ કેમિયોથી ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ