વોશિંગ્ટન, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) યુક્રેન યુદ્ધના અંત અંગે
શુક્રવારે અલાસ્કામાં યોજાયેલી, મહત્વપૂર્ણ શિખર બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ નિર્ણાયક સહમતિ બની શકી નથી.
જોકે, બંને ટોચના નેતાઓએ આ બેઠકને ખૂબ જ ફળદાયી ગણાવી
હતી. પુતિને ટ્રમ્પને આગામી બેઠક માટે મોસ્કો આમંત્રણ આપ્યું હતું, જેના પર ટ્રમ્પે સંમતિ આપી હતી. યુક્રેન સહિત
વિશ્વની નજર આ બંને નેતાઓની બેઠક પર ટકેલી હતી.
ધ મોસ્કો ટાઈમ્સ અનુસાર,”અલાસ્કાના એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન લશ્કરી મથક પર રશિયન
પ્રમુખ પુતિન અને યુએસ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં
ટ્રમ્પ અને સેર્ગેઈ લવરોવ સાથે માર્કો રુબિયો, વિટકોફ, નાણામંત્રી એન્ટોન સિલુઆનોવ અને આર્થિક સલાહકાર
કિરિલ દિમિત્રીવ પણ પુતિન સાથે હાજર રહ્યા હતા.”
આ પહેલા, આ બહુપ્રતિક્ષિત
બેઠક માટે અલાસ્કામાં પહોંચ્યા ત્યારે રશિયન પ્રમુખ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત
કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ પુતિન પહેલા ત્યાં પહોંચી ગયા હતા અને પુતિનના આગમન
પછી, બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. બંને
નેતાઓ એક જ કારમાં કોન્ફરન્સ સ્થળ માટે રવાના થયા.
ટ્રમ્પ વોશિંગ્ટનથી અલાસ્કા પહોંચ્યા અને પુતિન મોસ્કોથી
બેઠક માટે શોધ ફોર પીસ ની પૃષ્ઠભૂમિ સામે યોજાયેલી આ મહત્વપૂર્ણ
સમિટમાં, ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો મુદ્દો કેન્દ્રમાં હતો. વર્ષ 2019 પછી આ બંને
ટોચના નેતાઓ વચ્ચે આ પહેલી સામ-સામે મુલાકાત હતી. લગભગ બે કલાક અને 45 મિનિટની
વાતચીત પછી, બંને નેતાઓએ કહ્યું કે,” કોન્ફરન્સમાં તેઓએ
યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા તરફ પ્રગતિ કરી છે પરંતુ તેઓ ઐતિહાસિક શાંતિ કરાર
પર પહોંચી શક્યા નથી.”
સંયુક્ત પત્રકાર પરિષદમાં, ટ્રમ્પે કહ્યું
કે,” તેમની મુલાકાત ખૂબ જ ઉપયોગી હતી અને ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ પણ બની હતી.
જોકે કેટલાક મુખ્ય અવરોધોના ઉકેલ હજુ સુધી શક્યા નથી, તેમાં પણ પ્રગતિ થઈ છે.” તેમણે કહ્યું કે,”
જ્યાં સુધી કોઈ કરાર અંતિમ ન થાય ત્યાં સુધી કોઈ કરાર માન્ય રહેશે નહીં.”
ટ્રમ્પે એમ પણ કહ્યું કે,” તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ
ઝેલેન્સકી સાથે આ બાબતે વાતચીતની વિગતો શેર કરશે અને તેઓ નાટો સાથે પણ વાત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે તેઓ આ મુદ્દા પર ટૂંક સમયમાં ફરી મળશે.”
આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને રશિયા આવવા
આમંત્રણ આપ્યું અને કહ્યું, 'આગલી વખત
મોસ્કોમાં.' જેના જવાબમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે,” તેઓ આ
બનતું જોઈ શકે છે.” પુતિને પુનરોચ્ચાર કર્યો છે કે,” યુક્રેનનું ભૌગોલિક સ્થાન
તેમના દેશની સુરક્ષા માટે મૂળભૂત ખતરો છે.” તેમણે કહ્યું કે,” આ મુદ્દા પર કાયમી
અને લાંબા ગાળાના કરાર પર ફક્ત તમામ પ્રાથમિક કારણોને દૂર કરીને જ પહોંચી શકાય છે.”
તેમણે કહ્યું કે,” તેઓ યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની
વાતનું સ્વાગત કરે છે અને આશા રાખે છે કે આજે ચર્ચા કરાયેલા મુદ્દાઓ શાંતિના
લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે.”
જોકે, બંને નેતાઓએ 12
મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં વાતચીતની કોઈ વિગતો આપી ન હતી. આ દરમિયાન, બંને નેતાઓએ પત્રકારોના કોઈપણ પ્રશ્નનો જવાબ
આપ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથેના સંઘર્ષમાં, રશિયા યુક્રેનને ડોનબાસ, ખેરસનથી તેની સેના પાછી ખેંચવા, નાટો સભ્યપદની મહત્વાકાંક્ષા છોડી દેવા, તેની સેના મર્યાદિત કરવા અને પશ્ચિમી દેશો
પાસેથી લશ્કરી સહાય બંધ કરવાની માંગ કરે છે. જ્યારે યુક્રેન કહે છે કે,” તે તેની
જમીન છોડશે નહીં.” રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે,” યુક્રેન વિના
કોઈપણ શાંતિ કરાર સફળ થશે નહીં.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ