સૈફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ માટે, 23 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત
નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય અંડર-17 મહિલા ટીમના મુખ્ય કોચ જોકિમ એલેક્ઝાન્ડરસને, રવિવારે સૈફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ ભૂટાન 2૦25 માટે 23 સભ્યોની ટીમની જાહેરાત કરી. આ ચેમ્પિયનશિપ 2૦ થી 31 ઓગસ્ટ દરમિયાન ભૂટાનની રાજધાની
કદમપ


નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય અંડર-17 મહિલા ટીમના મુખ્ય કોચ

જોકિમ એલેક્ઝાન્ડરસને, રવિવારે સૈફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ ભૂટાન 2૦25 માટે 23 સભ્યોની

ટીમની જાહેરાત કરી. આ ચેમ્પિયનશિપ 2૦ થી 31 ઓગસ્ટ દરમિયાન ભૂટાનની રાજધાની

થિમ્ફુમાં યોજાશે.

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) એ, રવિવારે

જણાવ્યું હતું કે,” એલેક્ઝાન્ડરસન હવે અંડર-17 ટીમનું માર્ગદર્શન કરશે. આ મહિનાની

શરૂઆતમાં, તેમણે બે

દાયકામાં પહેલીવાર ભારતીય અંડર-2૦ ટીમને એએફસી અંડર-2૦ મહિલા એશિયન કપ માટે,

ક્વોલિફાય કરવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”

સૈફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપમાં, ચાર ટીમો (ભારત, ભૂટાન, નેપાળ અને

બાંગ્લાદેશ) ડબલ રાઉન્ડ-રોબિન લીગમાં, ભાગ લેશે. ભારતીય ટીમ 20 ઓગસ્ટે નેપાળ

સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આ પછી, તે બાંગ્લાદેશ (22 ઓગસ્ટ), ભૂટાન (24 અને 27 ઓગસ્ટ), નેપાળ (29 ઓગસ્ટ) અને છેલ્લે બાંગ્લાદેશ (31 ઓગસ્ટ) સામે

રમશે. બધી મેચ થિમ્પુના ચાંગલિમથાંગ સ્ટેડિયમમાં રમાશે.

સૈફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ માટે 23 સભ્યોની ટીમ-

ગોલકીપર્સ: મુન્ની, સૂરજમુની કુમારી, તમ્ફાસના દેવી કોનજેંગબામ.

ડિફેન્ડર્સ: અલીના દેવી સારંગથેમ, અલીશા લેંગદોહ, બિનીતા હોરો, દિવ્યાની લિન્ડા, એલિઝાબેદ લાકડા, પ્રિયા, રીતુ બડાઈક, તાનિયા દેવી ટોનંબમ.

મિડફિલ્ડર્સ: અભિસ્તા બાસનેટ, અનિતા ડુંગડુંગ, બીના કુમારી, બોનીફિલિયા શુલ્લાઈ, જુલાન નોંગમૈથેમ, પ્રિતિકા બર્મન, શ્વેતા રાની, થંડામોની બાસ્કી.

ફોરવર્ડ્સ: અનુષ્કા કુમારી, નીરા ચાનુ લોંગજમ, પર્લ ફર્નાન્ડિસ, વેલૈના જાડા

ફર્નાન્ડિસ

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande