ઈડી પછી, હવે સીબીઆઈ એ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડ્યા
મુંબઈ, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ખાનગી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આર.કોમ) ના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. કથિત બેંક છેતરપિંડીના કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, શનિવારે આરકોમ સામે કેસ નોંધ્ય
અનીલ અંબાણી -ફાઈલ ફોટો


મુંબઈ, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). ખાનગી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આર.કોમ) ના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. કથિત બેંક છેતરપિંડીના કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, શનિવારે આરકોમ સામે કેસ નોંધ્યો અને મુંબઈમાં તેમના પરિસરમાં દરોડા પાડ્યા.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈ ટીમો મુંબઈમાં આરકોમ અને તેના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણી સંબંધિત પરિસરમાં દરોડા પાડી રહી છે. અનિલ અંબાણી પર આ છેતરપિંડીને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. જોકે, આરકોમ તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ, ગયા મહિને લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “24 જૂન, 2025 ના રોજ, બેંકે આરબીઆઈ ને છેતરપિંડીની જાણ કરી હતી. સીબીઆઈ માં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.

સીબીઆઈ પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, 17,000 કરોડ રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડી કેસની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે અનિલ અંબાણીને દિલ્હી બોલાવ્યા હતા. ઈડી એ આરકોમ પ્રમોટર અનિલ અંબાણી સાથે જોડાયેલી વ્યવસાયિક સંસ્થાઓ, રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી 50 વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande