પટણા, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). રાજધાની પટણાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરી નજીક, શનિવારે સવારે ટ્રક અને ઓટો વચ્ચે થયેલી ટક્કરમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પટણાના ગ્રામીણ એસપી વિક્રમ સિહાગે, માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધુ છે, બધા હિલસા નાલંદા જિલ્લાના રહેવાસી છે. બધા ઘાયલોને તાત્કાલિક પટણા રિફર કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઓટોમાં સવાર બધા લોકો નાલંદા જિલ્લાના હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવા ગામના રહેવાસી હતા. જેઓ પટણા જિલ્લા ફતુહામાં ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. ભાદોના અમાવસ્યાના દિવસે સવારે ગંગા નદીમાં સ્નાન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે, ઓટો ચકનાચૂર થઈ ગઈ હતી અને રસ્તા પર ઘણા મૃતદેહો વિખેરાઈ ગયા હતા. મૃતકોમાંના બધા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની માહિતી મળતા જ, પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. પાંચ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટેન્ક લારી ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે તે સીધી ઓટો સાથે અથડાઈ.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ