નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રી
નીતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં, લોધી ક્ષત્રિય લોક કલ્યાણ ફાઉન્ડેશન કાર્યક્રમમાં
વીરંગણા રાણી અવંતીબાઈ લોધીને, તેમની 194મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કાર્યક્રમમાં
ગડકરીએ અવંતીબાઈના, બલિદાન અને હિંમતને યાદ કરીને તેમને ભારતના પ્રથમ સ્વતંત્રતા
સંગ્રામના વીરાંગના ગણાવ્યા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે,” રાણી અવંતીબાઈ,
મધ્યપ્રદેશના રામગઢ રાજ્યના રાણી હતા. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં, તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે
હિંમતપૂર્વક લડ્યા. અંગ્રેજો સામે ઝુકવાને બદલે, તેમણે પોતાના રાજ્ય અને આત્મસન્માનની રક્ષા
માટે શહીદી સ્વીકારી. રાણી અવંતીબાઈ ભારતની સ્વતંત્રતા માટે પોતાનું જીવન બલિદાન
આપનાર, પ્રથમ મહિલાઓમાંની એક હતી. તેમનું જીવન દેશભક્તિ, બલિદાન અને
બહાદુરીનું પ્રતીક છે. આવી બહાદુર મહિલાઓની વાર્તાઓ આવનારી પેઢીઓને, પ્રેરણા આપે
છે.”
ગડકરીએ ઉપસ્થિત લોકોને, રાણી અવંતિબાઈના જીવનમાંથી પ્રેરણા
લેવા અને પોતાનામાં દેશ અને રાષ્ટ્રવાદ પ્રત્યેની વફાદારીની ભાવના જાગૃત કરવા
વિનંતી કરી. આ જ રાણી અવંતિબાઈને, આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે. પોતાના સંબોધનના
અંતે, તેમણે હાથ જોડીને
રાણી અવંતિબાઈને પ્રણામ કર્યા અને કહ્યું કે,” તેમના આશીર્વાદથી દેશભક્તિ અને
ફરજની ભાવના સમાજમાં વધુ ઊંડાણપૂર્વક જડિત થશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ