- બટાલામાંથી એક
આતંકવાદીની ધરપકડ, એક ફરાર
ચંડીગઢ, નવી દિલ્હી, 25 ઓગસ્ટ (હિ.સ.)
પંજાબ પોલીસે આઇએસઆઇ સમર્થિત આતંકવાદી મોડ્યુલને નિષ્ફળ બનાવ્યું છે અને એક
આરોપીની ધરપકડ કરી છે અને ચાર હેન્ડ ગ્રેનેડ અને એક આરડીએક્સ આધારિત આઈઇડી જપ્ત
કર્યું છે. પંજાબ પોલીસના ડિરેક્ટર જનરલ (ડીજીપી) ગૌરવ યાદવે સોમવારે જણાવ્યું હતું કે,” સરહદી
વિસ્તાર બટાલાની પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી છે, જ્યારે તેનો બીજો સાથી ફરાર
છે.”
તેમણે કહ્યું કે,” ધરપકડ કરાયેલ આતંકવાદી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી
નિશાન સિંહ ઉર્ફે નિશાન જોડિયાના નિર્દેશો પર, કામ કરી રહ્યો હતો. નિશાન સિંહ
પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ સમર્થિત આતંકવાદી હરવિંદર સિંહ રિંદાના નિર્દેશો પર કામ કરી
રહ્યો છે.”
ડીજીપીએ કહ્યું કે,” પોલીસે બટાલાના બાલપુરા ગામમાંથી ચાર હેન્ડ
ગ્રેનેડ, બે કિલો આરડીએક્સ ધરાવતું આઈઇડી જપ્ત કર્યું છે.
આ ઉપરાંત, પોલીસે ઘણા
સંદેશાવ્યવહાર સાધનો પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ
કન્સાઇન્મેન્ટ યુકે સ્થિત બીકેઆઇ આતંકવાદી નિશાન સિંહ ઉર્ફે નિશાન જોડિયાના
નિર્દેશ પર મૂકવામાં આવ્યું હતું, જે પાકિસ્તાનના આઇએસઆઇ દ્વારા સમર્થિત પાકિસ્તાન સ્થિત
આતંકવાદી હરવિંદર સિંહ રિંદાના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો.”
ડીજીપીના જણાવ્યા
અનુસાર, “સમગ્ર ષડયંત્રનો
પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ શર્મા/સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ