બેંગલુરુમાં ભાગદોડનો મામલો: આરસીબીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું
બેંગલુરુ, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) એ 4 જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા દરેક અસરગ્રસ્ત પરિવારોને 2
આરસીબી


બેંગલુરુ, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) એ 4 જૂને એમ.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા દરેક

અસરગ્રસ્ત પરિવારોને 25 લાખ રૂપિયાની

નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આરસીબી એ શનિવારે તેના સત્તાવાર એક્સએકાઉન્ટ પર આ

સંદર્ભમાં એક નિવેદન જારી કર્યું છે.

ખરેખર, આરસીબીએ આઈપીએલ 2025નો ખિતાબ જીત્યો હતો. ટીમે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

રમાયેલી, ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને આઈપીએલટ્રોફી માટે 18 વર્ષની રાહનો

અંત લાવ્યો હતો. આ પછી, ફ્રેન્ચાઇઝીએ 4 જૂને બેંગલુરુના

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ વિજયની ઉજવણી કરી. ઉજવણી દરમિયાન, સ્ટેડિયમ નજીક

ભાગદોડ થઈ હતી, જેમાં 11 લોકો માર્યા ગયા

હતા અને ઘણા ઘાયલ થયા હતા.

આરસીબીએ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું

વળતર આપવાની જાહેરાત કરી છે. આરસીબીએ તેના સત્તાવાર એક્સએકાઉન્ટ પર જાહેર

કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 4 જૂન, 2૦25એ દિવસ છે જેણે આપણા હૃદય તોડી નાખ્યા. ટીમે

લખ્યું છે કે, અમે આરસીબીપરિવારના અગિયાર સભ્યો ગુમાવ્યા છે. તેઓ આપણો ભાગ હતા. આપણા

શહેર, આપણા સમુદાય અને

આપણી ટીમને અનોખી બનાવે છે તેનો ભાગ હતા. તેમની ગેરહાજરી હંમેશા આપણા બધાની

યાદોમાં રહેશે. કોઈ પણ મદદ તેમના દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા ક્યારેય ભરી

શકશે નહીં, પરંતુ એક પગલા

તરીકે અને ઊંડા આદર સાથે આરસીબીતેમના પરિવારોને 25 લાખ રૂપિયા આપશે.

ટીમે કહ્યું કે, આ

સહાય માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ કરુણા, એકતા અને સતત સંભાળની પ્રતિજ્ઞા પણ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટીમે આ પગલું ચાલુ

રાખવાનો નિર્ણય લીધો છે, જે ચાહકોની

સ્મૃતિને માન આપવાથી શરૂ થયું હતું, જે આરસીબીકેર્સ નામના ખાસ અભિયાન તરીકે ચાલુ

રાખવામાં આવશે અને લાંબા ગાળાના અર્થપૂર્ણ કાર્યક્રમો ચલાવવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande