બીજાપુર/રાયપુર,નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ
વધુ એક શિક્ષાદૂતની હત્યા કરી છે. મૃતક શિક્ષાદૂત ગંગાલુર ક્ષેત્રના નેન્દ્રામાં
પોસ્ટેડ હતો.
બીજાપુર પોલીસ અધિક્ષક કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર,”ગંગાલુર
ક્ષેત્રના નેન્દ્રામાં પોસ્ટેડ શિક્ષાદૂત કલ્લુ તાતીનું શુક્રવારે સાંજે, શાળાએથી
પરત ફરતી વખતે નક્સલીઓએ અપહરણ કર્યું હતું. મોડી રાત્રે તેની હત્યા કરવામાં આવી
હતી. મૃતક મૂળ તોડકા ગામનો રહેવાસી હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.”
ઉલ્લેખનીય છે કે, 27 ઓગસ્ટના રોજ નક્સલીઓએ સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ
સ્ટેશન વિસ્તારમાં, સિલગેર વિસ્તારના મંડીમરકામાં શિક્ષાદૂત લક્ષ્મણ બારસે નામના
શિક્ષાદૂતની, હત્યા કરી હતી. તે મૂળ બીજાપુરના પેગડાપલ્લી ગામનો રહેવાસી હતો.
તેવી જ રીતે, ગુરુવાર અને શુક્રવારની રાત્રે, બીજાપુર પોલીસ
સ્ટેશન વિસ્તારના મનકેલી પટેલપારા ગામમાં 27 વર્ષીય યુવાન સુરેશ કોરસાની, અજાણ્યા લોકોએ તીક્ષ્ણ
હથિયારથી હત્યા કરી હતી અને તેઓ જંગલમાં ભાગી ગયા હતા. શાળાઓ ફરી ખુલી ત્યારથી, બીજાપુર
જિલ્લામાં 6 અને સુકમા
જિલ્લામાં 5 શિક્ષાદૂતોની
નક્સલવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ