જાપાનની સફળ મુલાકાત બાદ, વડાપ્રધાન મોદી ચીન જવા રવાના
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) જાપાનની સફળ મુલાકાત બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ચીન જવા રવાના થયા, જે તેમની મુલાકાતનો આગામી તબક્કો છે. તેઓ રવિવાર, 31 ઓગસ્ટથી ચીનના તિયાનજિનમાં શરૂ થનારા બે દિવસીય શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)
મોદી


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) જાપાનની સફળ મુલાકાત બાદ, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી શનિવારે ચીન જવા રવાના થયા, જે તેમની મુલાકાતનો આગામી તબક્કો છે. તેઓ રવિવાર, 31 ઓગસ્ટથી ચીનના

તિયાનજિનમાં શરૂ થનારા બે દિવસીય શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં

હાજરી આપશે. આ દરમિયાન, તેઓ અનેક

દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.

તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબાનો આભાર માનતા, પ્રધાનમંત્રી

મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે,” જાપાનની આ મુલાકાત આપણા દેશના લોકોને લાભદાયક

પરિણામો માટે યાદ રાખવામાં આવશે.” મોદીએ કહ્યું, હું પ્રધાનમંત્રી ઇશિબા, જાપાની લોકો અને

સરકારનો તેમની હૂંફ માટે આભાર માનું છું.

તેમની મુલાકાતના બીજા દિવસે, પ્રધાનમંત્રી મોદીએ જાપાનની સેમિકન્ડક્ટર

ક્ષમતાઓનું અવલોકન કર્યું,

એઆઇસહયોગની ચર્ચા

કરી અને વ્યૂહાત્મક ટેકનોલોજી અને પ્રતિભા સંબંધોને મજબૂત બનાવ્યા.

પ્રધાનમંત્રી મોદીએ જાપાની પ્રધાનમંત્રી ઇશિબાને,

આંધ્રપ્રદેશમાંથી મેળવેલા મૂનસ્ટોનથી બનેલો પરંપરાગત રેમન બાઉલ અને રાજસ્થાનની

પરંપરાગત શૈલીમાં શણગારેલી ચૉપસ્ટિક્સ ભેટ તરીકે આપી. તે જ સમયે, ઇશિબાની પત્નીને

કાશ્મીરની પ્રખ્યાત પશ્મીના શાલ અને હાથથી બનાવેલી કાગળની માશે બોક્સ ભેટમાં

આપવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આજે વડાપ્રધાન

મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સંયુક્ત રીતે, મિયાગી પ્રીફેક્ચરના સેનદાઈમાં

સ્થિત ટોક્યો ઇલેક્ટ્રોન મિયાગી લિમિટેડની મુલાકાત લીધી હતી. આ કંપની

સેન્ડીકન્ડક્ટર ક્ષેત્રમાં અગ્રણી છે. મોદીને કંપનીની વૈશ્વિક ભૂમિકા, ઉત્પાદન ક્ષમતાઓ

અને ભારત સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બંને નેતાઓએ સેન્ડીકન્ડક્ટર

સપ્લાય ચેઇન, મેન્યુફેક્ચરિંગ

અને પરીક્ષણમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી હતી.

ભારતની વધતી જતી સેન્ડીકન્ડક્ટર ઉત્પાદન પ્રણાલી અને

જાપાનની અદ્યતન તકનીકી ક્ષમતાઓ એકબીજાના પૂરક છે. બંને દેશોએ આ ક્ષેત્રમાં,

સહયોગને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અગાઉ, સેન્ડીકન્ડક્ટર

સપ્લાય ચેઇન ભાગીદારી અને આર્થિક સુરક્ષા સંવાદ હેઠળ થયેલા કરારો પર વધુ કામ

કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ આ પહેલા જાપાનમાં પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે

દોડતી શિંકાનસેન બુલેટ ટ્રેન દ્વારા, સેનદાઈની યાત્રા કરી હતી. આ યાત્રામાં

જાપાનના વડાપ્રધાન ઇશિબા પણ તેમની સાથે હતા. ત્યાં, ઇશિબાએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન

કર્યું હતું, જેમાં મિયાગી

પ્રીફેક્ચરના ગવર્નર સહિત, અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી મોદી આજે, જાપાનના વિવિધ પ્રાંતોના

રાજ્યપાલોને મળ્યા હતા. આ વાતચીતમાં સોળ રાજ્યપાલોએ, ભાગ લીધો હતો. આ દરમિયાન, પ્રધાનમંત્રીએ

કહ્યું કે,” ભારત-જાપાન ભાગીદારી ફક્ત દિલ્હી-ટોક્યો સુધી મર્યાદિત ન હોવી જોઈએ,

પરંતુ તેને રાજ્યો અને પ્રીફેક્ચર્સ (જાપાનમાં રાજ્યો માટે વપરાતો શબ્દ) સુધી

વિસ્તૃત કરવી જોઈએ. તેમણે રાજ્ય-પ્રીફેક્ચર ભાગીદારી પહેલ હેઠળ વેપાર, ટેકનોલોજી, પર્યટન, કૌશલ્ય અને

સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહયોગ વધારવા હાકલ કરી હતી. રાજ્યપાલોએ ઉપ-રાષ્ટ્રીય સ્તરે

સહયોગ વધારવા માટે પણ સંમતિ દર્શાવી હતી.”

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ

ભારત-જાપાન 15મા વાર્ષિક

સમિટમાં, પ્રધાનમંત્રી ઇશિબા સાથે વાતચીત કરી હતી. ટોક્યોમાં આયોજિત વાર્ષિક સમિટ

દરમિયાન, ભારત અને જાપાને અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આમાં આર્થિક, સુરક્ષા, તકનીકી, સાંસ્કૃતિક અને

પર્યાવરણીય સહયોગ સંબંધિત કુલ 20 થી વધુ દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande