મનોહર લાલે દેશના જીડીપીવૃદ્ધિ દરમાં થયેલા ઉછાળા પર, ખુશી વ્યક્ત કરતા કહ્યું - ભારત કોઈની સામે ઝૂકવાનો દેશ નથી
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે નાણાકીય વર્ષ 2025-26ના, પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માં ભારતનો જીડીપીવૃદ્ધિ દર 6.5 ટકાથી વધીને 7.8 ટકા થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનં
જીડીપી


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી વિકાસ

મંત્રી મનોહર લાલે નાણાકીય વર્ષ 2025-26ના, પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માં ભારતનો જીડીપીવૃદ્ધિ દર 6.5 ટકાથી વધીને 7.8 ટકા થવા બદલ વડાપ્રધાન

નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર એક વિડિઓ શેર

કરતી વખતે, ટેરિફ વિવાદ પર

અમેરિકી રાષ્ટ્રપતિ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે,” જ્યારે ભારત પોતાના પગ પર

ઉભું રહે છે, ત્યારે તે પાછળ

વળીને જોતું નથી. વિશ્વના જે દેશોને ભારતની તાકાતનો ખ્યાલ નથી, તેમણે સમજવું

જોઈએ કે, ભારત કોઈની સામે ઝૂકવાનું નથી.”

મનોહર લાલે આ વૃદ્ધિને વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ છતાં

પ્રાપ્ત થયેલી મહત્વપૂર્ણ સફળતા ગણાવી. તેમણે કહ્યું કે,” નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ

ત્રિમાસિક ગાળામાં ભારતના 7.8% ના વિકાસ દરે

ભારતીય અર્થતંત્રને 'મૃત અર્થતંત્ર' ગણાવતા તમામ

સમીકરણોને તોડી નાખ્યા છે.” તેમણે આ સિદ્ધિ માટે વડાપ્રધાન મોદી અને દેશના મહેનતુ

નાગરિકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે,” આ સફળતા દેશવાસીઓની મહેનત અને ક્ષમતાનું

પરિણામ છે.” તેમણે કહ્યું કે,” આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે દેશના લોકો યુએસ

ટેરિફને કારણે શંકામાં હતા.”

દેશના જીડીપીમાં આ વધારાનું મુખ્ય કારણ ઉત્પાદન, સેવા અને કૃષિ

ક્ષેત્રોનું સારું પ્રદર્શન રહ્યું છે. આ ક્ષેત્રોમાં સુધારા અને વૃદ્ધિએ ભારતીય

અર્થતંત્રને મજબૂત બનાવ્યું, જેના કારણે જીડીપીમાં આ ઉછાળો આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande