એનએચએઆઈએ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી પસાર થવાનું સરળ બનાવ્યું
નવી દિલ્હી, 30 ઓગસ્ટ(હિ.સ.) કેન્દ્ર સરકારે, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી પસાર થવાનું સરળ બનાવ્યું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) કંપની ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઈએચ
ટોલ


નવી દિલ્હી, 30 ઓગસ્ટ(હિ.સ.)

કેન્દ્ર સરકારે, વાહનો ટોલ પર રોકાયા વિના અથવા ગતિ ઘટાડ્યા વિના ટોલ બૂથ પરથી

પસાર થવાનું સરળ બનાવ્યું

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) કંપની ઇન્ડિયન

હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઈએચએમસીએલ) એ ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા અને હરિયાણાના ઘરૌંડા ટોલ

પ્લાઝા પર, દેશની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએકએફએફ) સિસ્ટમ શરૂ કરવા

માટે આઈસીઆઈસીઆઈબેંક સાથે કરાર

પર હસ્તાક્ષર કર્યા છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, “દેશની પ્રથમ

વ્યાપક મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે, નવી દિલ્હીમાં એનએચએઆઈમુખ્યાલયમાં એનએચએઆઈના

ચેરમેન સંતોષ કુમાર યાદવ,

આઇએચએમસીએલઅને આઈસીઆઈસીઆઈબેંકના

અધિકારીઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એમએલએફએફ સિસ્ટમ વાહનોને રોક્યા વિના અથવા ધીમા કર્યા વિના

ફાસ્ટેગ દ્વારા આપમેળે ટોલના પૈસા કાપશે, જેનાથી ટોલ પર લાંબી કતારો નહીં લાગે, સમય બચશે, ટ્રાફિક ઓછો થશે

અને પર્યાવરણને પણ ફાયદો થશે.”

ગુજરાતનો ચોર્યાસી ટોલ પ્લાઝા, દેશનો પહેલો ટોલ બનશે. જ્યાં

વાહનો રોકાયા વિના પસાર થઈ શકશે. એનએચએઆઈ આ વર્ષે 25 ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગુ કરવાની યોજના

ધરાવે છે અને આ માટે, ટોલ બૂથ ઓળખવાનું

કામ ચાલી રહ્યું છે.

એનએચએઆઈના ચેરમેન સંતોષ યાદવે જણાવ્યું હતું કે,” આ સિસ્ટમ

ભારતમાં ટોલ વસૂલાતને સરળ,

ઝડપી અને

પારદર્શક બનાવશે. આ ટેકનોલોજીથી સજ્જ સિસ્ટમ ટોલ વસૂલાતમાં વધુ સુધારો કરશે અને

દેશમાં સ્માર્ટ હાઇવે નેટવર્ક બનાવવામાં મદદ કરશે.”

મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં, હાઇ-ટેક રેડિયો

ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરરફઆઈડી) રીડર્સ અને કેમેરા વાહનના ફાસ્ટેગ અને નંબર પ્લેટ વાંચીને

ટોલના પૈસા કાપશે. આ ટોલ પર જામ ટાળશે, સમય બચાવશે, ઇંધણ બચાવશે અને પ્રદૂષણ પણ ઘટાડશે.

મલ્ટી-લેન ફ્રી ફ્લો એ ઇલેક્ટ્રોનિક ટોલિંગ સિસ્ટમ છે, જે

વાહનોને રોકાયા વિના કે ગતિ ઘટાડ્યા વિના, રસ્તાઓ પર ટોલ ક્રોસ કરવાની મંજૂરી આપે

છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવી

તકનીકોનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ વાહનની ઓળખ કરે છે અને ટોલના પૈસા સીધા બેંક

ખાતામાંથી કાપે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande