નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની
રચનાની જાહેરાતના 6 મહિના પછી પણ
સૂચના જારી ન થવાથી, ગુસ્સે ભરાયેલા રેલવે કર્મચારીઓ 19 સપ્ટેમ્બરે
દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આ માહિતી ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન (એઆઇઆરએફ) દ્વારા શનિવારે
આપવામાં આવી હતી.
ફેડરેશનના જણાવ્યા અનુસાર,”એઆઇઆરએફની 28 ઓગસ્ટે નવી
દિલ્હીમાં આ મુદ્દે બેઠક થઈ હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કેન્દ્ર
સરકારે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ગયા વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની
જાહેરાત કરી હતી. 6 મહિના પછી પણ
ગેઝેટ સૂચના જારી કરવામાં આવી નથી. રેલવે કર્મચારીઓ આ અંગે 19 સપ્ટેમ્બરે
દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે, બધા કર્મચારીઓ 19 સપ્ટેમ્બર, 1968ના રોજ રેલ્વે હડતાળ દરમિયાન મૃત્યુ પામેલા
લોકોને શ્રદ્ધાંજલિ પણ આપશે.”
એઆઇઆરએફ ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે,” 19
સપ્ટેમ્બરના રોજ, લાખો કર્મચારીઓ
સરકારનું ધ્યાન દોરવા માટે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. તેથી, તેમણે તમામ
કર્મચારીઓને વિનંતી કરી છે કે, આ પ્રદર્શન શાંતિપૂર્ણ અને વ્યાપક રીતે થાય તેનું
ખાસ ધ્યાન રાખે. તેમણે ભારત સરકારને આઠમા પગાર પંચનું ગેઝેટ નોટિફિકેશન તાત્કાલિક
બહાર પાડવાની પણ વિનંતી કરી છે, જેથી કર્મચારીઓનો ગુસ્સો ઓછો થઈ શકે અને તે તેમને શાંત
કરવામાં મદદ કરે.”
ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બર 1968ના રોજ, કેન્દ્ર સરકારના
કર્મચારીઓએ એક દિવસીય મોટી હડતાળ પાડી હતી, જેનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશન (એઆઇઆરએફ) દ્વારા કરવામાં
આવ્યું હતું. આ હડતાળનો હેતુ વધતી જતી મોંઘવારી સામે, જરૂરિયાત આધારિત લઘુત્તમ
વેતન અને મોંઘવારી ભથ્થાની માંગ કરવાનો હતો. રેલ્વે, સંરક્ષણ, પોસ્ટ અને ટેલિગ્રાફ જેવા ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓએ આ
હડતાળમાં ભાગ લીધો હતો.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ