કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, મુંબઈમાં લાલબાગ કા રાજાના દર્શન કર્યા
મુંબઈ, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તેમના પરિવાર સાથે, મુંબઈના પ્રખ્યાત લાલબાગ કા રાજા ગણેશોત્સવ મંડળની મુલાકાત લીધી અને અહીં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિના દર્શન કર્યા. આ પ્રસંગે, મુખ્યમ
ોસગૂ


મુંબઈ, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તેમના પરિવાર સાથે, મુંબઈના પ્રખ્યાત

લાલબાગ કા રાજા ગણેશોત્સવ મંડળની મુલાકાત લીધી અને અહીં સ્થાપિત ભગવાન ગણેશની

મૂર્તિના દર્શન કર્યા. આ પ્રસંગે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી

એકનાથ શિંદે હાજર રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પાર્ટીના નેતાઓ સાથે

બેઠક યોજી હતી અને રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે નાયબ

મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પણ ચર્ચા કરી હતી. આ પછી, અમિત શાહ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન, વર્ષા બંગલા ગયા હતા અને

ભગવાન ગણેશની પૂજા કરી હતી.

અમિત શાહે તેમના પરિવાર સાથે, લાલબાગ સ્થિત મુંબઈના

પ્રખ્યાત લાલબાગ કા રાજાના દર્શન પણ કર્યા હતા. અમિત શાહે બાંદ્રામાં, રાજ્યમંત્રી

આશિષ શેલાર અને અંધેરીમાં ધારાસભ્ય મુરજી પટેલ દ્વારા સ્થાપિત, ગણપતિના પણ દર્શન

કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન

મુંબઈ આવે છે અને ભગવાન ગણેશના દર્શન કરે છે. તેઓ લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળ

દ્વારા સ્થાપિત, ભગવાન ગણેશની પૂજા કરે છે અને દર્શન કરે છે. આ વર્ષે અમિત શાહનો

પરિવાર અને તેમના પૌત્ર પણ હાજર હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande