લખનૌ, નવી દિલ્હી,30 ઓગસ્ટ (હિ.સ.)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ
મોઇત્રાની, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરની ટિપ્પણીની આકરી ટીકા કરી છે.
મુખ્યમંત્રી યોગીએ શનિવારે એક એક્સપોસ્ટમાં લખ્યું
હતું કે,” ગૃહમંત્રી અમિત શાહ પર તૃણમૂલ સાંસદ દ્વારા, કરવામાં આવેલી બિનસંસદીય
અને વાંધાજનક ટિપ્પણી અક્ષમ્ય અને અત્યંત નિંદનીય છે. તૃણમૂલ કોંગ્રેસના રાજકીય
ખરાબ વર્તનને ઉજાગર કરતી, આ ટિપ્પણી ભારતીય લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા
દરેક ભારતીયનું અપમાન છે. તૃણમૂલ કોંગ્રેસે આ અભદ્ર ટિપ્પણી માટે તાત્કાલિક સમગ્ર
દેશની માફી માંગવી જોઈએ.”
વાયરલ થયેલા વીડિયોમાં, સાંસદ મોઇત્રા કહેતા જોવા મળે છે કે,” ઘૂસણખોરી રોકવાની
જવાબદારી ગૃહ મંત્રાલયની છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ નિષ્ફળ ગયા છે. તેથી, તેમનું માથું
કાપીને વડાપ્રધાનના ટેબલ પર મૂકવું જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ