સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને માંડવી રિવરફ્રન્ટ ખાતે તા.9 ઓગષ્ટ-વિશ્વ
આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી થશે.
વિશ્વ દિવાસી દિનની ઉજવણી અવસરે માન્ય મુખ્યમંત્રીના હસ્તે વિવિધ
વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને
યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. સાથોસાથ પારંપારિક આદિજાતિ નૃત્યોથી
મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરાશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમને
અનુલક્ષીને કલેકટરાલય ખાતે કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને તાકીદની બેઠક
મળી હતી. જેમાં સબંધિત અધિકારીઓને સોંપવામાં આવેેેલી કામગીરી સુપેરે થાય તે માટે
તકેદારી રાખવા સુચનાઓ આપી હતી. જીલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાયોજના
વહીવટદાર સુનિલ સહિત અધિકારીઓએ કાર્યક્રમને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચાઓ કરી
હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે