સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી, સાઉથ ઝોન-બી (કનકપુર) માં સચીન ફ્લાયઓવર બ્રિજની નીચેના બજાર વિસ્તારમાં લોકોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા સુમારે 600 તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુ. કમિશ્નર અધ્યક્ષતામાં ટેકનિકલ, આરોગ્ય અને વહીવટી સ્ટાફના સહયોગથી કાર્ય કરવામાં આવ્યું.
સત્ર દરમ્યાન, સાતવલ્લા બ્રિજ સર્કલ અને પલસાણા ટી પોઇન્ટના ટ્રાફિક સર્કલને તિરંગાની પેટર્નમાં શણગારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને છે.
વધુમાં, સચીન વિસ્તાર સુરત શહેરના પ્રવેશદ્વાર હોવાને કારણે, અહીં આવેલા સચીન કેન્દ્ર શાળાની દિવાલ પર અભિયાનને અનુરૂપ બ્યુટીફિકેશન કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે, જે શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે દેશપ્રેમ અને સ્વચ્છતાનું પ્રતિક બને એવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે