નવસારી, 6 ઓગસ્ટ (હિ.સ.)-ભારતના
મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે
અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી આગામી તા.12 ઓગસ્ટ સુધી રાજ્ય
સરકાર દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ
કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' અંતર્ગત શેઠ પી. એચ. વિદ્યાલય (સંસ્કાર ભારતી
શાળા) ખાતે આજે ભવ્ય ‘વેદયાત્રા-સંસ્કૃત ગૌરવ યાત્રા’ને ધારાસભ્ય રાકેશભાઇ
દેસાઇ તથા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત ઉચ્ચ
અધિકારીઓ અને વિવિધ પદાધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં
આવ્યું હતું.
આ
પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇએ સંસ્કૃતના માધ્યમ થકી પ્રાચિન સંસ્કૃતિના
અંશોને પુનર્જીવીત કરવાનુ આ અભિયાન છે. એમ જણાવી તેમણે જિલ્લા તંત્ર સહિત રાજ્ય
સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
આ
પ્રસંગે મહાનુભાવોએ સંસ્કાર ભારતી શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ‘સંસ્કૃત ગૌરવ
યાત્રા’ અને ‘હર ઘર તિરંગા’ થીમ અનુસાર તૈયાર કરેલ રંબેરંગી રંગોળી નિહાળી
વિદ્યાર્થીઓની કલાકૃતિની સરાહના કરી હતી.
નોંધનિય
છે કે, ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં વિદ્યાર્થીઓએ
સંસ્કૃત શ્લોકો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો,
લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષા ધારણ
કરી યાત્રામા સહભાગી થયા હતા. યાત્રામાં શહેરની વિવિધ શાળાઓના કુલ-900 વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે
જાગૃતિ ફેલાવી હતી. યાત્રામાં ભારતમાતા, કશ્યપ,
અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર,
ગૌતમ, જમદગ્નિ એમ સપ્ત ઋષિની વેશભૂષામાં સજ્જ
વિદ્યાર્થીઓ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ
પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ.યોગેશ પટેલ, જિલ્લા શિક્ષણાધીકારી જયેશ ચૌધરી સહિત શિક્ષણ
વિભાગના કર્મચારીઓ, વિવિધ શાળાના
આચાર્યશ્રીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે