ચારધામ યાત્રાએ ગયેલા પાટણ જિલ્લાના 24 યાત્રિકો સંપર્કવિહોણા, પરિવારોમાં ચિંતા
પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકાના 24 જેટલા યાત્રિકો ચારધામ યાત્રાના ભાગરૂપે ઉત્તરાખંડ ગયેલા હોય અને ત્યાં વાદળ ફાટવાની ઘટના બાદથી તેઓ સંપર્કવિહોણા બન્યા છે. તેમના મોબાઇલ બંધ આવતા પરિવારો ચિંતામાં મુકાયા છે અને તંત્ર પાસ
ચારધામ યાત્રાએ ગયેલા પાટણ જિલ્લાના 24 યાત્રિકો સંપર્કવિહોણા, પરિવારોમાં ચિંતા


ચારધામ યાત્રાએ ગયેલા પાટણ જિલ્લાના 24 યાત્રિકો સંપર્કવિહોણા, પરિવારોમાં ચિંતા


પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકાના 24 જેટલા યાત્રિકો ચારધામ યાત્રાના ભાગરૂપે ઉત્તરાખંડ ગયેલા હોય અને ત્યાં વાદળ ફાટવાની ઘટના બાદથી તેઓ સંપર્કવિહોણા બન્યા છે. તેમના મોબાઇલ બંધ આવતા પરિવારો ચિંતામાં મુકાયા છે અને તંત્ર પાસે મદદની માંગ કરી છે. હારીજના રાવળ સમાજના 12 અને ચાણસ્માના વડાવલી ગામના 9 યાત્રિકો મળી કુલ 24 લોકોનું ટૂર જૂથ પહેલી ઓગસ્ટે યાત્રાએ રવાના થયું હતું. મંગળવારે ગંગોત્રી પહોંચતાં પહેલાં તેમની છેલ્લી વાર ટેલિફોનિક વાતચીત પરિવારજનો સાથે થઈ હતી. ત્યારબાદ યાત્રિકોનો કોઈ સંપર્ક થયો નથી.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, તમે રાત્રે ફોન કરજો, એમ કહીને યાત્રિકોએ છેલ્લી વાર વાત કરી હતી. ત્યારબાદથી તમામના ફોન બંધ આવી રહ્યા છે. વડાવલી અને હારીજ ગામમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક સરપંચો અને તંત્રે યાત્રિકોની વિગતો સહિતની માહિતી અધિકારીઓને આપી દીધી છે. ટૂરના ડ્રાઈવરે પરિવારજનોને માહિતી આપી છે કે યાત્રિકો ગંગોત્રી વિસ્તારમાં સુરક્ષિત છે અને વાહન રોડ પર ઊભું છે. જોકે, પરિવારજનો યાત્રિકો સાથે સીધી વાતચીત ન થાય ત્યાં સુધી ચિંતામુક્ત થવા તૈયાર નથી.

અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “હમણાં ત્યાંનું વાતાવરણ ખુબજ ખરાબ છે. યાત્રિકોનો સંપર્ક હાલ મોબાઇલ કનેક્ટિવિટી ખોરવાતા થઈ શકતો નથી. વાતાવરણ સુધરતાં તમામ યાત્રિકોને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરી પરિવારજનોને માહિતી આપવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande