અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીની ભવ્ય શરૂઆત
મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 06 ઓગસ્ટ, 2025ના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત
A grand start to the Sanskrit Week celebrations at Modasa in Aravalli district*


મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 06 ઓગસ્ટ, 2025ના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશ્યને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે યોજાયો હતો. આ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો.

આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના નાના ભૂલકાઓ હતા, જેમણે ઋષિ-મુનિઓના વેશધારણ કરીને ભાગ લીધો. બાળકોના આ અનોખા પ્રયાસે ઉપસ્થિત લોકોના હૃદય જીતી લીધા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપ્યું. આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે, સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું સમૂહગાન થયું, જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું.

અરવલ્લી જિલ્લા કલેક્ટર એ આ કાર્યક્રમમાં હાજર રહીને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું. તેમણે સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને આ ભાષા શીખવા અને તેનો પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના સંબોધનમાં સંસ્કૃતની વૈશ્વિક અસર અને ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વિકાસમાં તેના યોગદાનની ચર્ચા કરવામાં આવી.

આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતી,ગાયત્રી પરિવાર મોડાસા, બ્રહ્મા કુમારી પરિવાર મોડાસા, વિશ્વ હિન્દૂ પરિષદ, ઇન્ડિયા પોસ્ટ, એલઆઈસી તેમજ મોડાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેના મહત્વથી પરિચિત કરવાનો ઉદ્દેશ સફળ રહ્યો. સંસ્કૃત ગૌરવ યાત્રાએ શહેરમાં એક અનોખો ઉત્સાહ ઉભો કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande