ભારતના વિદેશ સચિવ, નેપાળના પ્રધાનમંત્રી ઓલીને ભારતની મુલાકાત માટે ઔપચારિક આમંત્રણ આપવા કાઠમંડુની મુલાકાત લેશે
કાઠમંડુ, નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપવા માટે કાઠમંડુની મુલાકાત લેશે. નેપાળના વિદેશ સચિવ અમૃત રાયના આમંત્રણ પર, ભારતના વિદેશ સચિવ 17 ઓગસ્ટે કાઠમંડ
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનો ફાઈલ ફોટો


કાઠમંડુ, નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપવા માટે કાઠમંડુની મુલાકાત લેશે.

નેપાળના વિદેશ સચિવ અમૃત રાયના આમંત્રણ પર, ભારતના વિદેશ સચિવ 17 ઓગસ્ટે કાઠમંડુની મુલાકાત લેશે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિક્રમ મિસ્ત્રી, 17-18 ઓગસ્ટના રોજ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન, ભારતીય વિદેશ સચિવ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને મળશે અને તેમને ભારતની મુલાકાત માટે ઔપચારિક આમંત્રણ આપશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, ઓલીને મોકલવામાં આવેલ આમંત્રણ પત્ર સોંપવાની સાથે, છેલ્લા એક વર્ષની લાંબી રાહ જોયા પછી આ મુલાકાતની પુષ્ટિ થશે.

પ્રધાનમંત્રી ઓલી, 16-17 સપ્ટેમ્બરના રોજ ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ અંગેની માહિતી નેપાળના વડા પ્રધાન કાર્યાલય અને નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા પહેલાથી જ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande