સુરત પલસાણા: ટેક્સટાઈલ મિલમાં બોઈલર ફાટતા ભીષણ આગ, 2ના મોત – 15થી વધુ કામદારો દાઝ્યા
સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણામાં સોમવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સંતોષ ટેક્સટાઈલ મિલમાં કામગીરી દરમ્યાન બોઈલરનું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 2 કામદારોના મોત થયા છે, જ્યારે 15થી વધુ શ્રમિકો ગંભીર રીત
ટેક્સટાઈલ મિલમાં બોઈલર ફાટતા ભીષણ આગ, 2ના મોત


સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણામાં સોમવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સંતોષ ટેક્સટાઈલ મિલમાં કામગીરી દરમ્યાન બોઈલરનું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 2 કામદારોના મોત થયા છે, જ્યારે 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે.

ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની સાથે 8થી 10 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મિલમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ મિલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. હાલ અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande