ઓગસ્ટમાં જીએસટી મહેસૂલ વસૂલાત 6.5 ટકા વધીને રૂ. 1.86 લાખ કરોડ થઈ
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઓગસ્ટમાં કુલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) મહેસૂલ વસૂલાત વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને રૂ. 1.86 લાખ કરોડથી વધુ થઈ ગઈ. ગયા વર્ષના સમાન સમયગાળામાં, તે રૂ. 1.75 લાખ કરોડ હતી, જ્યારે ગયા મહિને જૂનમાં, જી
જીએસટી


નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઓગસ્ટમાં કુલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) મહેસૂલ વસૂલાત

વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને રૂ. 1.86 લાખ કરોડથી વધુ

થઈ ગઈ. ગયા વર્ષના સમાન સમયગાળામાં, તે રૂ. 1.75 લાખ કરોડ હતી, જ્યારે ગયા મહિને જૂનમાં, જીએસટી મહેસૂલ વસૂલાત રૂ. 1.96 લાખ કરોડ હતી.

જીએસટી ડિરેક્ટોરેટ જનરલે સોમવારે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું

હતું કે,’ઓગસ્ટમાં ચોખ્ખી જીએસટી મહેસૂલ વસૂલાત રૂ. 1.67 લાખ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 10.7 ટકાનો વધારો દર્શાવે છે. ડેટા અનુસાર, ‘ઓગસ્ટમાં કુલ

સ્થાનિક આવક 9.6 ટકા વધીને રૂ. 1.37 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાત કર 1.2 ટકા ઘટીને રૂ. 49,354 કરોડ થયો છે.’

જીએસટી રિફંડ વાર્ષિક ધોરણે 20 ટકા ઘટીને રૂ. 19,359 કરોડ થયો છે. એપ્રિલ 2025 માં, જીએસટી મહેસૂલ વસૂલાત

વધીને 2.37 લાખ કરોડ

રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી.

જીએસટી મહેસૂલ વસૂલાતનો આ આંકડો કેન્દ્ર અને રાજ્યોની જીએસટી કાઉન્સિલની

બેઠકના બે દિવસ પહેલા જ આવ્યો છે,જેમાં દરોને તર્કસંગત બનાવવા અને ટેક્સ સ્લેબની સંખ્યામાં

ઘટાડો કરવા પર ચર્ચા કરવામાં આવશે. જુલાઈમાં, દેશમાં જીએસટી લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. 1 જુલાઈ, 2017 ના રોજ દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande