ગીર સોમનાથ 31 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી રામરાખ ચોક, પ્રભાસ પાટણ ખાતે શ્રી ગણેશ કિંગ મિત્ર મંડળ કે જેઓ સતત ૧૫ વર્ષથી કાર્યરત છે તેના દ્વારા આયોજિત ગણેશોત્સવ માં આજે સાક્ષાત અમરનાથ ગુફા જેવી જ બરફની ગુફાના દ્રશ્યનું સર્જન કરી અને મૂળ અમરનાથની જેમ જ ચાલવાના માર્ગમાં બરફની લાદીઓ બિછાવી ગણપતિ બાપાના સાનિધ્યમાં ખાસ અમરનાથની પ્રતિકુતિ બનાવી ભાવિકો અમરનાથ દર્શનથી ધન્ય બન્યા શ્રી ગણેશ મિત્ર મંડળના મનોજ ઉકાભાઇ ઘારેચા, પ્રકાશ ભગુભાઈ બામણીયા, મેહુલ નરસીભાઈ વાજા અને રવિ બાલુભાઈ બામણીયા સહિત તમામ યુવા મિત્રોએ આ ધાર્મિક કાર્યને સિદ્ધ કરવા માટે સખત પરિશ્રમ કર્યો છે.
અમરનાથ દર્શન પથ માર્ગમાં સવારે 9:00 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી 80 બરફની લાદીનો ઉપયોગ કરેલ છે અમરનાથ ભગવાન ની લિંગ બનાવવા માટે રૂ નો ઉપયોગ કરાયો છે અને શિવલિંગ પાસે ત્રિશુલ રાખવામાં આવેલ છે સવારથી સાંજ સુધીમા હજારો ભાવિકોએ અમરનાથના દર્શન કર્યા.
આગામી કાર્યક્રમમાં સોમવારે શ્રી ગણેશ ભગવાનની મહા આરતીનું આયોજન શાંજે ૮ વાગ્યે કારેલ છે અને મંગળવારે બપોરે ૨ વાગ્યે ગણપતિ બાપાની વિસર્જન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો ગણેશ ભક્તો જોડાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ