ગૃહમંત્રી અમિત શાહ આજે, જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે
જમ્મુ, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરના ભારે વરસાદ, અચાનક પૂર, ભૂસ્ખલન અને માટી ધોવાણથી થયેલા નુકસાનનો અભ્યાસ કરવા માટે બે દિવસની મુલાકાતે જમ્મુમાં છે. 31 ઓગસ્ટથી શરૂ થયેલી તેમની બે દિવ
શાહ


જમ્મુ, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર

(હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરના ભારે વરસાદ, અચાનક પૂર, ભૂસ્ખલન અને માટી

ધોવાણથી થયેલા નુકસાનનો અભ્યાસ કરવા માટે બે દિવસની મુલાકાતે જમ્મુમાં છે. 31 ઓગસ્ટથી શરૂ

થયેલી તેમની બે દિવસીય મુલાકાતના ભાગ રૂપે, ગૃહમંત્રી આજે સવારે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં.

નુકસાન અને ચાલુ રાહત કાર્યનું મૂલ્યાંકન કરવા માટે હવાઈ સર્વે કરશે.

સવારે લગભગ 10:45 વાગ્યે, ગૃહમંત્રી શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝ કેમ્પ કટરા અને

કિશ્તવાડ સહિત, પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ શરૂ કરશે.જ્યાં વાદળ ફાટવા

અને ભૂસ્ખલનને કારણે જીવન,

સંપત્તિ અને

માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે. આ આફતોમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ

ગુમાવ્યા છે, જેમાં મચૈલ માતા

અને વૈષ્ણોદેવી યાત્રાના ઘણા યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.

હવાઈ સર્વેક્ષણ પછી, ગૃહમંત્રી શાહ રાજભવન ખાતે એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની

અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત, બચાવ અને

પુનર્વસન કામગીરીની ગતિ વધારવા અને પ્રતિભાવ પ્રયાસોના મૂલ્યાંકન પર ધ્યાન

કેન્દ્રિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓના

વરિષ્ઠ અધિકારીઓ ગૃહમંત્રીને ચાલુ કામગીરીની સ્થિતિ વિશે માહિતી આપશે.

ઉપરાજ્યપાલ મનોજ સિંહા, ટોચના અમલદારો અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ, નુકસાન

મૂલ્યાંકન, માળખાગત નુકસાન

અને અમલમાં મુકવામાં આવી રહેલા રાહત પગલાં અંગે વિગતવાર અહેવાલો રજૂ કરશે. સમગ્ર

મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક ટીમ શાહની સાથે છે.

શાહ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને

પુનઃસ્થાપન પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગૃહમંત્રી અસરગ્રસ્ત સમુદાયોને સહાય

કરવા માટે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા, પુનર્વસન પ્રયાસો અને અન્ય બાબતો સંબંધિત નિર્ણયોની જાહેરાત

કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande