નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર
(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા
ભૂકંપમાં 800 થી વધુ લોકોના
મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,” અફઘાનિસ્તાનમાં આ દુર્ઘટનામાં
થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.”
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પોસ્ટમાં
કહ્યું કે,” ભારત આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભું છે અને ઘાયલોના
ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. ભારત અફઘાનિસ્તાનના અસરગ્રસ્ત લોકોને, તમામ શક્ય
માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે. ભૂતકાળમાં કુદરતી આફતો
દરમિયાન ભારત આંતરરાષ્ટ્રીય સહયોગમાં મોખરે રહ્યું છે અને આ વખતે પણ તે પાછળ રહેશે
નહીં.”
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પાકિસ્તાન
સરહદ નજીક રવિવારે મોડી રાત્રે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેનાથી ભારે વિનાશ થયો
હતો. તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર,”
800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગના દૂરના કુનાર પ્રાંતમાં છે.”
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર
જલાલાબાદથી 27 કિમી પૂર્વમાં
અને જમીનથી 8 કિમી ઊંડાણમાં
હતું. લગભગ 20 મિનિટ પછી, તે જ પ્રાંતમાં 4.5 ની તીવ્રતાનો
બીજો ભૂકંપ આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ