નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય નાગરિક ખાતા સેવા (આઈસીએએસ) ના 1991 બેચના અધિકારી
ટીસીએ કલ્યાણીએ સોમવારે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ) તરીકેનો કાર્યભાર
સંભાળ્યો. તેઓ આ પદ સંભાળનારા 29મા અધિકારી છે. તેમણે સંરક્ષણ, દૂરસંચાર, ખાતર, નાણા, સામાજિક ન્યાય
અને સશક્તિકરણ, માહિતી અને
પ્રસારણ અને ગૃહ મંત્રાલય સહિતના મુખ્ય મંત્રાલયોમાં કામ કર્યું છે.
નાણા મંત્રાલય અનુસાર,’કલ્યાણીએ ટેકનોલોજી અપનાવીને જાહેર સેવા વિતરણમાં
પારદર્શિતા અને કાર્યક્ષમતાને સતત પ્રોત્સાહન આપ્યું છે. ચીફ કંટ્રોલર ઓફ
એકાઉન્ટ્સ (સીજીએ) તરીકે કાર્યભાર
સંભાળતા પહેલા, કલ્યાણી ગૃહ
મંત્રાલયમાં પ્રિન્સિપલ ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ (પ્રિ. સીસીએ) તરીકે કાર્યરત હતા.જ્યાં તેણી ભારત
સરકારના સૌથી મોટા મંત્રાલયોમાંના એકના બજેટ અને હિસાબોનું સંચાલન કરતા હતા.’
કલ્યાણી દિલ્હી યુનિવર્સિટીની ગોલ્ડ મેડલ વિજેતા છે. તેણીએ
લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બીએનીડિગ્રી મેળવી છે.
તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એમએ અને પશ્ચિમ
યુરોપિયન સ્ટડીઝમાં એમફિલની ડિગ્રી પણ મેળવી છે. કલ્યાણી પાસે જાહેર નાણાકીય
વ્યવસ્થાપન, એકાઉન્ટિંગ, શાસન અને
વહીવટમાં વ્યાપક કુશળતા છે અને 34 વર્ષથી વધુ સમય સુધી તેમની વિશિષ્ટ સેવા રહી છે. તેમણે
ભારત સરકાર તરફથી ખાતર ખરીદી સહાય માટે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના શરૂ
કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ