જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે અને મનપા કક્ષાનો કાર્યક્રમ આર્યક્ન્યા ગુરૂકુલ ખાતે યોજાશે.
પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના અને મહાનગરપાલીકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલ તા.2 સપ્ટેમ્બરબરના રોજ જિલ્લા કક્ષાનો વનમહોત્સવનો કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે સવારે 10 કલાકે અને
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે અને મનપા કક્ષાનો કાર્યક્રમ આર્યક્ન્યા ગુરૂકુલ ખાતે યોજાશે.


પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના અને મહાનગરપાલીકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલ તા.2 સપ્ટેમ્બરબરના રોજ જિલ્લા કક્ષાનો વનમહોત્સવનો કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે સવારે 10 કલાકે અને તા .3 સપ્ટેમ્બરના રોજ પોરબંદર મહાનગરપાલીકા કક્ષાનો વનમહોત્સવનો કાર્યક્રમ આર્યક્ન્યા ગુરૂકુલ, પોરબંદર મુકામે સવારે 10 કલાકે અતિથીઓની વિશેષ ઉપસ્થિતીમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહિવટી તંત્ર અને મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે 76 વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમ વાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે 76 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ 2004 માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande