આપણી શાળા - આપણું સ્વાભિમાનના સૂત્ર હેઠળ યોજાયો કાર્યક્રમ
વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભાના મોભા ખાતે આપણી શાળા – આપણું સ્વાભિમાન ના સૂત્ર હેઠળ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વડોદરા જિલ્લાના સૌજન્યથી એક વિશાળ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ
શાળા - આપણું સ્વાભિમાન ના સૂત્ર હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યું


વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા જિલ્લાના પાદરા વિધાનસભાના મોભા ખાતે આપણી શાળા – આપણું સ્વાભિમાન ના સૂત્ર હેઠળ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વડોદરા જિલ્લાના સૌજન્યથી એક વિશાળ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોની વિશાળ હાજરી જોવા મળી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા પ્રત્યે ગૌરવની લાગણી જગાવવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે આવશ્યક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

આ પ્રસંગે ભારતનું ભવિષ્ય સમા નાના બાળકો તથા ભવિષ્ય ઘડનારા ગુરુજનો સાથે સીધો સંવાદ સાધવાનો અવસર મળ્યો. બાળકોમાં શૈક્ષણિક પ્રગતિ સાથે સાથે રાષ્ટ્રીય ભાવના, સ્વચ્છતા, શિસ્ત અને સમાજપ્રત્યેની જવાબદારી જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો. બાળકોને પોતાની શાળાને પોતાના ઘરની જેમ માનવી, તેનું સંરક્ષણ કરવું અને તેમાં ગૌરવ અનુભવવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો.

ગુરુજનો સાથેના સંવાદ દરમિયાન શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. ભવિષ્યના પાયાને મજબૂત બનાવવા માટે શિક્ષકોના યોગદાનને અવિસ્મરણીય ગણાવતા તેમને વધુ પ્રેરણા મળી. શિક્ષકોને નવી પેઢીને સંસ્કારવાન, જવાબદાર તથા આત્મવિશ્વાસી નાગરિક બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ દ્વારા શિક્ષણક્ષેત્રે નવી ઉર્જા તથા સામૂહિક સંકલ્પનો સંદેશ પ્રસર્યો. આપણી શાળા – આપણું સ્વાભિમાન જેવી અભિયાનાત્મક પહેલ બાળકો તથા ગ્રામજનોમાં શૈક્ષણિક ચેતના ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. કાર્યક્રમના અંતે દેશભક્તિ ગીતો અને સંકલ્પ સાથે ભવિષ્ય માટે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande