સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડા ચીમની ટેકરામાં અલગ અલગ મકાનમાં રાખેલ ગૌમાસ નો જથ્થો પોલીસે ઝડપી પાડી બે આરોપીને ઝડપી તેમની ધરપકડ કરી છે. આ બંને ખાટકીઓને ગૌમાંસનો જથ્થો આપનાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડા ખાતે ચીમની ટેકરામાં મકાન નંબર 273 અને 275 માં રહેતા શાબીર વઝીર કુરેશી નામના ખાટકીને ગતરોજ સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે તેમના ઘર પર છાપો મારી તલાસી કરતાં ઘરમાંથી ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેમની પાસેથી ગૌ માસનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી છે અને ચીમની ટેકરામાં જ રહેતા મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે રીંકેશભાઈ શંકરભાઈ પટેલ (રહે રેલ રાહત કોલોની માન દરવાજા)ની ફરિયાદ બંને સામે ગુનો દાખલ કર્યો છે.
બીજા બનાવવામાં રેલ રાહત કોલોની માં રહેતા સુનિલભાઈ નરેશભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે ચીમની ટેકરામાં જુના ડેપો ખાતે જમીરખાન હુસેનખાન અને મુસ્તાક ઉર્ફે રિયાઝ સામે ગુનો દાખલ કર્યો છે. સલાબતપુરા પોલીસે બાતમીના આધારે રેશમવાડ મસ્જિદ રિયાફા સામે છાપો માર્યો હતો. જેમાં ઓટલા પર જ જાહેરમાં ગૌમાસનું વેચાણ કરતા જમીરખાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમને પણ ગૌમાસના જથ્થો મુસ્તાક ઉર્ફે રિયાઝ નામના આરોપીએ જ આપ્યો હતો. જેથી પોલીસે જમીરખાનની ધરપકડ કરી આરોપી મુસ્તાક અને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને બનાવવામાં ગૌ માસનો જથ્થો તથા અલગ અલગ છરા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે