પ્રધાનમંત્રી મોદી સાથે, ટ્રમ્પ આવતા થોડાં અઠવાડિયામાં ટેરિફ અંગે વાત કરી શકે છે
વોશિંગટન (અમેરિકા), નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયાંમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની મનશા ધરાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને નેતાઓ એક મુશ્કેલ વેપાર વિવાદ ઉકેલવા મ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વિચારો સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યા


વોશિંગટન (અમેરિકા), નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આવતા અઠવાડિયાંમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની મનશા ધરાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને નેતાઓ એક મુશ્કેલ વેપાર વિવાદ ઉકેલવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.

બ્લૂમબર્ગ ડોટ કોમ મુજબ, ટ્રમ્પે 9 સપ્ટેમ્બરે સોશ્યલ મીડિયા પર લખ્યું, મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ પોતાના બંને દેશો વચ્ચેના વેપાર અવરોધોને દૂર કરવા માટે ચર્ચા ચાલુ રાખી રહ્યા છે. હું આવતા અઠવાડિયાંમાં મારા ખૂબ જ સારા મિત્ર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા ઉત્સુક છું. મને પૂરો વિશ્વાસ છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે!

વોશિંગટન અને નવી દિલ્હીના સંબંધોનું સકારાત્મક મૂલ્યાંકન કરતી ટ્રમ્પની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ યુરોપીયન યુનિયનના નેતાઓ પર દબાણ કરી રહ્યા છે કે તેઓ ભારત અને ચીન પર ટેરિફ વધારવામાં તેમનો સાથ આપે જેથી રશિયાથી ઊર્જા ખરીદવા બદલ આ દેશોને દંડિત કરી શકાય.

ટ્રમ્પે મંગળવારે યોજાયેલી એક બેઠકમાં યુરોપીયન યુનિયનના અધિકારીઓને કહ્યું કે જો તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન પર યુક્રેન સાથે યુદ્ધવિરામ વાતચીતમાં જોડાવા માટે દબાણ બનાવવા ભારત અને ચીન પર નવા ટેરિફ લગાવે છે, તો તેઓ પણ તેમની સાથે જોડાવા તૈયાર છે. આ ચર્ચાથી પરિચિત સૂત્રોએ આ માહિતી આપી. એક સૂત્રએ જણાવ્યું કે અમેરિકા યુરોપ દ્વારા બંને દેશો પર લગાવવામાં આવેલા ટેરિફ જેવા જ ટેરિફ લગાવા તૈયાર છે.

આ પગલાંથી ભારત સાથેના ટ્રમ્પના વેપાર વિવાદ ઉકેલવાના પ્રયત્નો વધુ જટિલ બની શકે છે, જે ગયા મહિને ભારત દ્વારા રશિયન તેલની ખરીદીના કારણે અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત થતી અનેક વસ્તુઓ પર ટેરિફ દર બમણો કરીને 50 ટકા કરવામાં આવ્યો હતો.

જ્યારે કે ભારત ટ્રમ્પ સાથે વેપાર પર ચર્ચા શરૂ કરનારા પહેલા દેશોમાંનું એક હતું, તેમ છતાં તેમના નિકાસ પર ઊંચા શુલ્કો મૂકવામાં આવ્યા હોવાથી નવી દિલ્હીના અધિકારીઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા. અમેરિકન અધિકારીઓએ આયાત અને અન્ય બિન-ટેરિફ અવરોધોને લઈને ભારતીય શુલ્ક અંગે નિરાશા વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande