જૂનાગઢ શહેરમાં ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે, જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વીમેન દ્વારા સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈન ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ શહેરમાં આવેલ ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દર
ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧


જુનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ, હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વીમેન દ્વારા સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈન ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ શહેરમાં આવેલ ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન લિંગ પર આધારિત ભેદભાવ અટકાવી, બધા લિંગોને સમાન અવકાશ અને સન્માન મળવું, દરેકના અનુભવ અને સમસ્યાઓને સમજવું, ઘરે, કાર્યસ્થળે અને સમાજમાં સર્વાંગી વિકાસ માટે સકારાત્મક વાતાવરણ બને, પરિવાર લિંગ સંવેદનશીલ બને તો તેઓ પુત્ર અને પુત્રી બંને સમાન વગેરે બાબતો અંગે ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકારશની વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતી અંગે ચર્ચા કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વીમેન માંથી કૃપાબેન ખુંટ, મીનાક્ષીબેન ડેર, રમેશભાઈ ભરડા, સખી વન સ્ટોપ સેન્ટર માંથી હીરલબેન ખુંટ અને આંગણવાડી સ્ટાફના મિત્રો હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande