નેશનલ સાયન્સ સેમિનારમાં, જૂનાગઢના શાપુરના વિદ્યાર્થીએ ટોપ 5 માં સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું
જુનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, શ્રી બ્રમ્હાનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- જૂનાગઢ અને નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વોન્ટમ તુગની શરૂઆતની સંભાવના
નેશનલ સાયન્સ સેમિનારમાં


જુનાગઢ 11 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ, શ્રી બ્રમ્હાનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- જૂનાગઢ અને નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વોન્ટમ તુગની શરૂઆતની સંભાવનાઓ અને પડકારો અંતર્ગત થીમ રાખવામાં આવી હતી.

આ સેમિનારમાં શાપુર ગ્રામ પંચાયત સંચાલિત જવાહર વિનય મંદિરના ધોરણ ૧૦ ના વિધાર્થી કૃણાલ જે. મકવાણાએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. તેની સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડો.વી.વી.પરમાર, અને સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande