ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કર્યું
સુરત, 11 સપ્ટેમ્બર (હિ.સ.)- ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદ
ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે


સુરત, 11 સપ્ટેમ્બર (હિ.સ.)- ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે માંગરોળ

તાલુકાના વાંકલ ખાતે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન

કરાયું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને

બારડોલીના સાસંદ પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે

ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેએ જણાવ્યું હતું કે,સરકારની વિવિધ

યોજનાઓ દ્વારા આજે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાની સુવર્ણ તક મળી

રહી છે. ત્યારે આદિજાતિ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે

છે. જેમાં સરકાર તરફથી જરૂરી સહાય આપવામાં આવે છે. ફ્રી શીપ કાર્ડ યોજનાથી અનેક

આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.

વધુમાં

તેમને કહ્યું કે, સરકારની સહાયતાથી આજે સમાજના લોકો દરેક ક્ષેત્રમાં ઉચ્ચ

સ્થાન મેળવી પ્રગતિ કરી રહ્યા છે. અભ્યાસ સાથે રમતગમતમાં પણ આદિવાસી વિદ્યાર્થીઓ

પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં સમાજના વિદ્યાર્થીઓની પ્રગતિ કરવા

અને તેઓનું જીવનધોરણ સુધારવા સરકાર સતત ર્કાયશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે

આદિજાતિ વિકાસ,

શિક્ષણ

મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે વિદ્યાર્થીઓને આગળ વધવા શિક્ષણને પ્રાધાન્ય આપવા

જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને

સરકારી યોજનોનો મહત્તમ લાભ લઇ સફળ કારકિર્દી બનાવવા પ્રેરણા આપી હતી. સાથે જ ઉચ્ચ

અભ્યાસ પ્રાપ્ત કરી પરિવાર, સમાજ અને દેશને મદદરૂપ થવા તેમજ અન્ય બાળકોને

પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.

આ પ્રસંગે

ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, શિક્ષિત સમજ

વિકસિત દેશનો મજબુત આધારસ્તંભ છે. તેમણે બદલાતા સમય સાથે વિદ્યાર્થીઓને નવા

લક્ષ્યો બનાવી તેને પ્રાપ્ત કરવા મહેનત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, વનબંધુ યોજનાના

માધ્યમથી માંગરોળ તાલુકામાં શાળા, કોલેજ અને છાત્રાલયની સુવિધા મળી છે. જેથી

આદિવાસી વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ છે. આજના સમયમાં મિની વિદ્યાનગર તરીકે ઓળખાતા

વાંકલનું નામ ગૌરવવંતુ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે

મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે

ટ્રાયબલ સબ પ્લાન માંડવીના પ્રાયોજના વહીવટદાર જયંતભાઈ રાઠોડ, ટ્રાયબલ સબ

પ્લાન માંડવીના આદિજાતિ શિક્ષણ કમિશ્નરશ્રી આર.બી.બારડ, અગ્રણીઓ,વિધાર્થીઓ સહિત

ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande