નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીએ
ફરી એકવાર મજબૂતાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટ સોનાના ભાવ આજે પહેલી વાર ઉછળીને 1.11 લાખ રૂપિયા
પ્રતિ 10 ગ્રામના સ્તરને
પાર કરી ગયા છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાના ભાવ આજે 10 ગ્રામ દીઠ 1.02 લાખ રૂપિયાના સ્તરને પાર કરી રહ્યા છે. ચાંદીના ભાવ પણ આજે
2,100 રૂપિયા પ્રતિ
કિલોના વધારા સાથે મજબૂતાઈના નવા શિખર પર પહોંચ્યા છે.
ભાવ વધારાને કારણે, દેશના મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનું આજે
1,11,280 રૂપિયાથી 1,11,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે
ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, આજે 22 કેરેટ સોનું 1,02,000 રૂપિયાથી 1,02,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના
ભાવમાં વધારાને કારણે, આજે દિલ્હી
બુલિયન બજારમાં આ ચમકતી ધાતુ પ્રતિ કિલોગ્રામ રૂ. 1,32,૦૦૦ ના સ્તરે
વેચાઈ રહી છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનું
પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,11,43૦ ના સ્તરે ટ્રેડ
થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,૦2,15૦ ના સ્તરે નોંધાયો છે. તે જ સમયે, દેશની આર્થિક
રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું
પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,11,28૦ અને 22 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,૦2,૦૦૦ ના ભાવે
વેચાઈ રહ્યું છે. એ જ રીતે,
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,11,330 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,૦2,૦5૦ ના ભાવે નોંધાયો છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત, આજે ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 1,11,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,02,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. કલકતામાં પણ 24 કેરેટ સોનું 1,11,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,02,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે
વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ