શહેરી વિકાસ વર્ષ અંતર્ગત કેશોદ નગરપાલિકામાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ
જુનાગઢ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યાના માર્ગદર્શન નીચે કેશોદ નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર
ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ


જુનાગઢ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યાના માર્ગદર્શન નીચે કેશોદ નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો.

ચાલુ નાણાંકીય વર્ષને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. તેમજ કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકા વિસ્તારોમાં આવતી કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામે લડવા માટે નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાની ૭ નગરપાલિકાઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

તે પૈકી આજરોજ કેશોદ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ, કેશોદ ખાતે ફાયર સેફ્ટી, ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઈડ જેવી મહત્વની તાલીમ નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા અને જિલ્લાના ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર કૃતુ ત્રિવેદી હાજર રહ્યા હતા. આ તાલીમનો લાભ કુલ ૧૪૪ તાલીમાર્થીઓએ લીધો હતો.

રિજિયોનલ ફાયર કચેરીના સુધીર બી. જોષી અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપી. પૂનમબેન વાધેલા અને તેમની ટીમ દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત સમજ આપી અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન યોજવામાં આવ્યું.

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ટ્રેનર દર્શિત આચાર્ય અને ડો. વત્સલ બકરાણીયાની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર, વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોને વધુ સુખ-સુવિધા સભર બનાવવા માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે.

શહેરી વિસ્તારોનો સુઆયોજિત વિકાસ થાય તેમજ નાગરિકો ‘Earning Well, Living Well’ નો ધ્યેય સાકાર કરી શકે તે હેતુથી ફાળવવામાં આવેલ બજેટ દ્વારા આવનારા દિવસોમાં રાજ્યના શહેરી વિકાસમાં નવું બળ ઉમેરશે.

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મું નાણાપંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતા ૪૦% વધુ બજેટ ફાળવવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande